ભક્તિભાવ:ગણદેવી નગરમાં જૈનોના પાંચ દિવસીય વર્ષીતપ પારણાં મહોત્સવમાં હજારોની જનમેદની ઉમટી

ગણદેવી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપસ્વીઓની 1 કિલોમીટર લાંબી નીકળેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું

ગણદેવીમાં 39 જૈનો દ્વારા ઐતિહાસિક 400 દિવસની વર્ષીતપના પારણાંની પાંચ દિવસીય ઉજવણી મહોત્સવ આનંદ અને ઉલ્લાસ વચ્ચે સંપન્ન થયો હતો.પૂ. મોક્ષતિલકવિજયજી મ.સા., પૂ. તીર્થબોધિ મ.સા., સાધ્વીજી માલાશ્રીજી તથા તેજવશાશ્રીજીની નિશ્રામાં પૂ. ગુરૂદેવનું ભવ્ય સામૈયું તથા હસ્તિનાપુર નગરી તથા ભોજન ભરત ચક્રવર્તી ખંડનું ઉત્સવના પ્રારંભે ઉદ્ઘાટન થયું હતું. જેમાં હસ્તિનાપુર નગરી ગુણવંતલાલ બાબુલાલ તથા ભરતચંદ્ર ચક્રવર્તી ભોજનનું ઉદ્ઘાટન દિલીપભાઈ શાહે કર્યું હતું. ગુરૂદેવે પ્રવચન કરી તપસ્વીઓને પ્રેરણા આપી હતી.

શકસ્તવ અનુષ્ઠાનમાં ખાસ મુંબઇથી અતુલભાઈ શાહ (સીએ) પધાર્યા હતા. તેમણે જગતનો શ્રેષ્ઠ મંત્ર નવકાર મંત્ર વિશે સમજ આપી હતી અને તેના પ્રભાવનું વર્ણન કર્યું હતું. 39 તપસ્વીઓના અંતરની અને અનુભવની વાતોનો કાર્યક્રમ ભીનુ અંતર ભીના નયન રસપ્રદ રહ્યો હતો. ગણદેવી નગરમાં પ્રથમ વખત મહાપૂજનનું સુંદર આયોજન કરાયું હતું. બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. તપસ્વીઓની 1 કિલોમીટર લાંબી નીકળેલી નીકળેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું.

જ્યારે મુસ્લિમ બિરાદરોએ શોભાયાત્રાનું પુષ્પવૃષ્ટિ તેમજ મસ્જીદ પરથી પુષ્પવર્ષા કરી સ્વાગત મુસ્લિમ વિસ્તારમાં કર્યું હતું. તપસ્વીઓના બહુમાન સમારંભમાં મોમેન્ટો-ચાંદીની લોટી, સુવર્ણ ગીની આપી સન્માન કરાયું હતું. શ્રેયાંશકુમાર બની પારણાનો લાભ અનિતાબેન દિલીપભાઇ શાહ પરિવારે લીધો હતો. તેમના દ્વારા કોળી સમાજની વાડીમાં 39 તપસ્વી અને 5 બીજા તપસ્વી મળી 44 તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિલીપભાઈ બારડોલીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સંઘ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું.

મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે શાહી પારણાનો લાભ શાહ ડાહ્યાલાલ વાલચંદ પરિવારે લીધો હતો. મહોત્સવ દરમિયાન પાંચ દિવસની ત્રણે ટાઈમની ભક્તિવિધિ પરિવારોએ કરી હતી. સાધ્વીજી ભગવંત પ્રશાંતદયાળશ્રીજી મ.સા.એ 88મી ચોવી પારણું આજે કરવામાં આવ્યું હતું. યોગીતાબેન દિલીપભાઇ શાહ અમેરિકાવાળા તરફથી મહાપુજા તથા સંધ્યા ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને સફળ બનાવવા પ્રમુખ દીપકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળ તેમજ વર્ષીતપ કમિટીએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...