તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફરીથી કોરોના જ્યારે વકરી રહ્યો છે ત્યારે ગણદેવીમાં આવેલી શકુંત હોસ્પિટલના જાણીતા ફિઝીશિયન ડો. દિપ દેસાઈએ જણાવ્યું હતું કે હાલમાં કોરોનામાં તેની નવી તરહના સાત મુખ્ય લક્ષણ જણાય રહ્યા છે. શરીરમાં કળતર અને દુ:ખાવો, આંખ આવવી, હાથની આંગળીઓ અને પગના ટેરવા ફિક્કા પડી જવા, ઝાડા થવા, માથું દુ:ખવું, ચામડી પર ખરજ અને ખંજવાળ આવવી અને ગળામાં દુઃખાવો મુખ્ય રહ્યા છે. આ લક્ષણો દેખાતા સૌ કોઈએ તમારા નજીકના તબીબનો સંપર્ક સાધી તબીબી પગલાં લેવાની જરૂરત ઉભી થાય છે, આને કારણે કોરોના હોઈ શકે છે.
હાલમાં કોરોનાથી બચવા માટે તેમણે રસીકરણ અને વેક્સિન અંગે કહેતા જણાવ્યું હતું કે નાસ્તો કરીને કે જમીને વેક્સિન લેવી જોઈએ. તાવ, ઉધરસ, શરદી હોય તો તે દિવસે વેક્સિન ન લેવી. પહેલેથી જ કોઈ બિમારીની દવા ચાલુ હોય તો તે રાબેતા મુજબ લઈને જવું. વેક્સિન માટે કોઈ દવા બંધ ન કરવી. વેક્સિન લીધા બાદ અડધો કલાક સુધી જે-તે સેન્ટર પર બેસો. કોઈને વેક્સિન લીધા પછી કોમન એલર્જી થાય છે તે થવાની હશે તો તે અડધો કલાકમાં થઈ જશે. એક બે દિવસ પછી તાવ, રસીની જગ્યાએ સોજો, લાલ ચકામુ કે દુ:ખાવો થઈ શકે છે.
જે એક-બે દિવસમાં આપમેળે મટી જશે છતાં પ્રોબ્લેમ લાગે તો કોરોના હેલ્પલાઇન નંબર 1075 પર મદદ માંગી શકો છો. વેક્સિન લીધા પછી કોઈ સાઇટ ઇફેક્ટ જોવા મળે છે ? એવો પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું હતું કે વેક્સિન લીધા પછી કોઈ ગંભીર સાઇડ ઇફેક્ટ થઈ હોવાનો એકપણ કિસ્સો હજી બહાર આવ્યો નથી. કોવિક્સિનઅને કોવિશિલડની કંપનીઓની કે ફેકટર સીટ મુજબ તાવ, ઇન્જેક્શનની જગ્યાએ દુ:ખાવો, માથામાં દુ:ખાવો, થાક વગેરે જેવા સાઈડ ઈફેક્ટસના લક્ષણો લીધા બાદ જોવા મળ્યા છે. વેક્સિન લીધા પછી પણ માસ્ક પહેરવું ફરજીયાત છે.
કોરોનાનો ચેપ લાગ્યો હોય કે લક્ષણો દેખાયા હોય તો થોડી રાહ જુઓ. લક્ષણો દૂર થયાના 14 દિવસ પછી વેક્સિન લેવી જોઈએ. એક વખત કોરોના થયો એનો અર્થ એવો નથી કે બીજીવાર તેનો ચેપ નહીં જ લાગે પરંતુ લાગી શકે છે. સૌએ હાલમાં સમજીને, ચેતીને, ભય રાખ્યા વગર, રહેવાની જરૂર છે. સૌ કોઈ માસ્ક પહેરે, ડિસ્ટન્સ સાચવો અને કોવિડ ગાઇડલાઇનનો અમલ કરો, ડર ન રાખો, પગલા લો એ સમયની માંગ છે.
આ 7 લક્ષણ દેખાય છે
1) શરીરમાં કળતર અને દુ:ખાવો
2) આંખ આવવી
3) હાથની આંગળીઓ અને પગના ટેરવા ફિક્કા પડી જવા
4) ઝાડા થવા
5) માથું દુ:ખવું
6) ચામડી પર ખરજ અને ખંજવાળ
7) ગળામાં દુઃખાવો થવો
આ લક્ષણો દેખાતા સૌ કોઈએ તમારા નજીકના તબીબનો સંપર્ક સાધી તબીબી પગલાં લેવાની જરૂરત ઉભી થાય છે, આને કારણે કોરોના હોઈ શકે છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.