સમસ્યા:મોહનપુર ગામે ઇન્દિરા આવાસની દિવાલ તૂટી પડી

ગણદેવી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી તાલુકાના મોહનપુર ગામે હળપતિવાસમાં આવેલા કમળાબેન મોહનભાઈ હળપતિ (ઉ.વ. 62)ની ઇન્દિરા આવાસની દિવાલ રવિવારે ધસી પડી હતી.  સતત વરસાદ અને ફૂંકાતા પવનને લઈને આવાસની જર્જરિત દિવાલ ધસી પડી હોવાનું સરપંચે જણાવ્યું હતું. ઘટનાની જાણ તલાટી કમ મંત્રીએ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીને કરતા ટીડીઓ અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોઈ જાનમાલને વિશેષ નુકસાનીનો હજી  અહેવાલ  ન હોવાનું મામલતદારે જણાવ્યું હતું. જોકે ગણદેવી તાલુકાના કેટલાય ગામોમાં વિવિધ યોજના હેઠળ તૈયાર થયેલા આવાસો જર્જરિત થયા હોય એને મરામત કરવાની  વ્યવસ્થા  ગોઠવવા માંગ પણ આ સાથે જ  પહેલા વરસાદે જ ઉઠી છે.  આ બાબતે તાલુકા પંચાયત પ્રમુખ ભાણીબેન પટેલના જણાવ્યા મુજબ આ જર્જરિત આવાસોને ઉતારી લેવાની કે મરામત કરવાની ચેતવણી આપતી કાર્યવાહી તાલુકા પંચાયત દ્વારા અગાઉથી કરવામાં આવી જ છે. જેથી ગ્રામ પંચાયત સરપંચ કે તલાટીને સૂચના આપી દેવામાં આવી છે અને તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી અને તાલુકા તંત્ર જાગૃત હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...