પરંપરા:ગણદેવીના ધનોરી નાકે 100 વર્ષ જૂની શ્રીજી સ્થાપનની પરંપરા હજુ અકબંધ

ગણદેવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વર્ષથી જ મહારાષ્ટ્રના નાલાસોપારાથી પ્રતિમા લવાય છે

ગણદેવી નગરમાં ગણેશોત્સવ ઠેરઠેર ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે. નગરના જે કેટલાક પૌરાણિક ગણપતિ મંડળો છે તે શહેરમાં આજે ચોથી પેઢી ગણપતિ સ્થાપન કરી રહી છે. તેઓ હર્ષોલ્લાસ સાથે કોરોના નીતિ નિયમોને પણ અમલમાં રાખીને ગણેશ સ્થાપન અને ગણેશોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવી રહ્યાં છે. ગણદેવી નગરના કુંભારવાડ હનુમાનજી મંદિરમાં સ્થાપન કરતા ગણપતિ છેલ્લા છ દાયકાથી પણ વધારે સમયના હોવાનું પ્રજાપતિ સમાજના જયંતિભાઈ મિસ્ત્રી અને ભરતભાઈ લાડ સહિત અન્ય વડીલો જણાવે છે.

કંસારવાડના ગણપતિની વિશેષતા એ છે અત્રે લયબદ્ધ અને ભજન અને આરતી યુવાનો ગાય છે અને આ પણ પાંચ દાયકાથી પણ વધારે જૂના ગણપતિ હોવાનું વૃદ્ધો જણાવી રહ્યા છે. બીજી તરફ લાઇબ્રેરી મોહલ્લામાં પંડ્યા મહોલ્લા, દરૂવાડ, ગોલવડ, માછીવાડ, પારસીવાડ, ખત્રીવાડ તેલુગુ સોસાયટી જલારામ મંદિર, ગણદેવી પોલીસ લાઈન, કાદીપોર, કેનિંગ ફેક્ટરી, જળદેવી માતાનું મંદિર, નીછા ભગતના મેદાન વગેરેમાં સ્થાપિત કરાતા ગણપતિ સામાન્ય રીતે સાતથી આઠ દાયકા સુધીના હોવાનું નગરના વડીલો જણાવી રહ્યા છે.

આ તમામ વચ્ચે 100 વર્ષથી પણ વધુ વર્ષોથી ધનોરી નાકા પરના ગણપતિ સ્થાપિત કરાતા હોવાનું પણ વડીલો જણાવી રહ્યાં છે. ધનોરી નાકાના રાજભરા પરિવારના જણાવ્યા મુજબ આ તેમની પાંચમી પેઢી ગણેશ પૂજન કરી રહી છે અને મહારાષ્ટ્રના નાલાસોપારાથી નિયમિત રીતે વર્ષોથી તેમના વડવાઓ આ ગણપતિ વર્ષોવર્ષ લાવી પ્રારંભમાં એક કુટીરમાં બિરાજમાન કરતા હતા, ત્યારબાદ શેરીમાં બિરાજમાન કર્યા અને ત્યારથી આ પ્રથા ચાલી આવી છે જે પરંપરા આજે પણ યુવાનોએ સાચવી છે. ગણેશ વિસર્જન પણ વડા તળાવમાં જ કરે છે જે એમની પરંપરા છે.

રમેશભાઈ રાજભરા સુમનભાઈ, સુરેશભાઈ, વિપુલભાઈના જણાવ્યા મુજબ તેમના પરદાદા અત્રે આવ્યા અને એમની સાથે જ પ્રથમ વર્ષથી જ મહારાષ્ટ્રના નાલાસોપારાથી ગણપતિ લાવીને ગણેશ સ્થાપન કર્યું હતું તે આજ સુધી પરંપરા ચાલી આવી છે જે અમે નિભાવી રહ્યા છે. ગણદેવી નગરના 10 દિવસીય ગણેશમાં આ સૌથી પુરાણા હોવાનું તેઓ જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...