તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દરિયામાં ફિશિંગ શરૂ કરવાનો સમય ઓગસ્ટ નહીં પણ 1લી સપ્ટે. થી કરો

ગણદેવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ ગુજરાત બોટ ઓનર્સ વેલફેર એસો.ની મુખ્યમંત્રીને રજૂઆત

દક્ષિણ ગુજરાતના માછીમારો દરિયામાં ફિશિંગ કરવા માટે ઓખા, વેરાવળ સહિત સૌરાષ્ટ્રના દરિયા ખેડવા જાય છે. આ માછીમારો દરિયાઈ નીતી નિયમો મુજબ ફિશિંગ કરતા હોય છે પરંતુ તેના કેટલાક સ્થાનિક માછીમારોએ આ તમામ નીતિ-નિયમોને છોડી છેલ્લા ચાર-પાંચ વર્ષથી ઓગસ્ટ મહિનાની અંદર જ ફિશીંગ શરૂ કરી દેતા હોય છે.

જે દરિયાઈ ફિશિંગ વેપાર માટે લાંબા ગાળે નુકસાન કરતાં સાબિત થઇ રહ્યું હોય દક્ષિણ ગુજરાત બોટ ઓનર્સ એસોસિએશન દ્વારા આ બાબતે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલને સુરત રજૂઆત કરી માગણી દોહરાવી હતી કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારાની અંદર 1લી ઓગસ્ટથી ફિશિંગ પ્રારંભ કરાય તે હવે 1લી સપ્ટેમ્બરથી પ્રારંભ કરાય.

આ માટે ગુજરાત સરકાર ચૂસ્ત નિયમો ઘડી એનું સ્થાનિક લેવલે અમલ કરાવે અને ફિશીંગ કરનારાઓ વચ્ચે પણ ચર્ચા વિચારણા કરી આનો અમલ વ્યવહારિક રીતે ચૂસ્તપણે કરાય એવી માગણી કરી હતી. ગત સપ્તાહમાં એક પ્રતિનિધિમંડળ ગુજરાત સરકારના બચત ખાતાના મંત્રી જવાહરભાઈ ચાવડાને ગાંધીનગર મળી આ મુજબની માંગણી દોહરાવી ચૂક્યું હતું.

આ ઉપરાંત પુરુષોત્તમભાઈ સોલંકી રાજ્યકક્ષાના મંત્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના માછીમારોના એક પ્રતિનિધિ મંડળ સુરત સાંસદ સી.આર.પાટીલને રજૂઆત કરતા તેમણે આ બાબતે તાકિદે પગલાં લેવાની ખાતરી આપી હતી. દક્ષિણ ગુજરાત બોટ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ ધર્મેશભાઈ ટંડેલના જણાવ્યા મુજબ આ નિર્ણયથી ગુજરાત સરકારને ફાયદો થશે.

ગુજરાત સરકારને દરિયામાં બોટ પર ડીઝલ ઉપર જે કર નાંખે છે એમાં રાહત આપવામાં આવે, નાબૂદ કરવામાં આવે. આ બાબતે સી.આર.પાટીલ સમર્થતા ગુજરાત સરકારમાં રજૂઆત કરશે તેવી ખાતરી આપી હતી. આ પ્રતિનિધિ મંડળમાં દક્ષિણ ગુજરાતમાંથી સમાજના અગ્રણીઓ ધર્મેશભાઈ ટંડેલ, ઉપરાંત જયરામભાઈ ટંડેલ, જેરામભાઈ ટંડેલ, નટુભાઈ ટંડેલ, અનિલભાઈ ટંડેલ, જગદીશભાઈ, મથુરભાઈ ટંડેલ કરેલી રજૂઆતને પ્રદેશ પ્રમુખે સાંભળી હતી.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માછીમારોને ધોલાઈ બંદરે તેમનો બિઝનેસ કરવાની જીજે પાસિંગની સુવિધા સહિતની અન્ય સુવિધા તુરંત પ્રદાન કરવામાં આવશે એ બાબતની ખાતરી અપાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે રાજ્ય સરકારનાં સચિવ અને કમિશ્નર કક્ષાએ પણ બેઠકો ગત સપ્તાહમાં યોજાઇ ચૂકી હતી અને હવે ઝડપથી નિર્ણય લેવામાં આવશે એવી આશા બંધાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...