તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોડક્શન હાઉસ:અભિનય અને ડાન્સિંગ ક્ષેત્રે ગણદેવી તાલુકાની ગ્રામીણ પ્રતિભાઓને પ્લેટફોર્મ મળશે

ગણદેવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મનોરંજન અને અભિનય તેમજ ડાન્સિંગ ક્ષેત્ર ગણદેવી, બીલીમોરા, ચીખલી, વલસાડ પંથકની અંદર જે યુવા પ્રતિભાઓ થનગનાટ સાથે બહાર આવી રહી છે તેને પ્લેટફોર્મ પૂરૂ પાડી આગળ લાવવા માટે સાંઈ પ્રોડક્શન હાઉસ નામની એક આગવી સંસ્થાનો બીલીમોરામાં પ્રારંભ કરાયો છે.

આ પ્રોડક્શન હાઉસ પોતે આ પ્રતિભાવ માટે વિવિધ પ્રકારના મનોરંજન દર્શક પ્રોડક્શનનો તૈયાર કરશે અને આ યુવા પ્રતિભાઓને કે તેઓ સ્થાનિક ધોરણે ખૂબ જ પ્રગતિ કરી રહી છે તેમને સ્થાન આપી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મૂકવાનો પ્રયત્ન કરનાર હોવાનું પ્રોડક્શન હાઉસના મુખ્ય આયોજકો જણાવ્યું હતું. આ પ્રોડક્શન હાઉસનો શુભારંભ કરતા ગણદેવીના પરેશભાઈએ જણાવ્યું હતું કે ગ્રામ્ય ક્ષેત્ર પર ખૂબ જ પ્રતિભા સંપન્ન યુવાનો તેમની આગવી પ્રતિભા સાથે આગળ આવી રહ્યાં છે. શ્રી સાંઇ યુવા પ્રોડક્શન હાઉસના બીલીમોરાના રોહિત રાજપુત, ચરણ, હિતેશ પવાર, પારસ પટેલ, યોગી પટેલ, કમલ ટાઈગર, દૃષ્ટિ જયસ્વાલ વગેરે આ માટે એક્ટિંગ મોડેલિંગ અને ડાન્સિંગની અને સિગિંગની વિવિધ સ્પર્ધાના આયોજનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. બીજા ચરણની સ્પર્ધાનું આયોજન આગામી 1 મહિનામાં કર્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવનાર હોવાનું પણ પ્રોડક્શન હાઉસના રોહિત રાજપુત અને પારસ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...