તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર બેધ્યાન:ગણદેવી રેલવે સ્ટેશનને જોડતો સાંકડો અને બિસ્માર માર્ગ મરામત નહીં કરાતા જનાક્રોશ

ગણદેવી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરા રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે લોકોએ રોજબરોજ હાલાકી વેઠવી પડે છે છતાં તંત્ર બેધ્યાન
  • સ્ટેશને વ્યાપાર, બિઝનેસ અને ટુરિઝમ શરૂ થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે ત્યારે તંત્ર ધ્યાન આપે તે જરૂરી

ગણદેવી સરાહ રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટેનો માર્ગ બિસમાર અને સાંકડો છે. છેલ્લા દોઢેક વર્ષથી ટ્રેન બંધ હોવાથી આ માર્ગ અવરોધક બની ગયો છે. આ માર્ગ પર આજુબાજુના વિસ્તારમાં આવેલા ભારે દબાણ હેઠળ છે અને તે માટે પણ ગણદેવી નગરપાલિકા દ્વારા ફરી એકવાર આગળ આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

ગણદેવી રેલવે સ્ટેશન સુધી જવાનો માર્ગ ખુબ જ સાંકડો અને ઉબડખાબડવાળો થઈ જ ગયો છે પરંતુ આજુબાજુ પણ ભારે દબાણ થઈ જતાં આ માર્ગ પરથી વાહનો પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. હવે જ્યારે પશ્ચિમ રેલવે દ્વારા બીલીમોરાથી વઘઈ સરા રેલવે લાઈનને ફરી એકવાર કાર્યવંત કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે ત્યારે ગણદેવી રેલવે સ્ટેશનને પણ સજ્જ કરવામાં આવશે. ગણદેવી રેલવે સ્ટેશન ખંડેર બની ગયું છે ત્યાં રેલવેનો એકપણ કર્મચારી કે અધિકારી નથી. એટલું જ નહીં એ જમાનામાં ધમધમતુ સ્ટેશન હાલ અસામાજિક તત્વોનું સ્થાન બનતું જાય છે.

અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે કાર્યો પણ અત્રે થતાં હોવાનું જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિમાં ગણદેવી નગરપાલિકા ગણદેવીથી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ સજજ કરે, રેલવે સ્ટેશન સામે આવેલું ગરનાળું જે ગણદેવી નગરપાલિકા નાખ્યું હતું એને પણ રિપેર કરવામાં આવે જેથી કસબાવાડી, સુંદરવાડી સહિતના રેલવે સ્ટેશન વિસ્તારોમાં રહેતા લોકો અને નગરજનો માટે આ માર્ગ વપરાશી બનાવી શકાય. ખાસ કરીને કાર, ટેમ્પો સહિતના ચાર ચક્રીય વાહનો માટે હવે આ માર્ગ સજજ કરવો આવશ્યક બનતો જાય છે, કારણકે આગામી દિવસોમાં ફરી પાછો ગણદેવી રેલવે સ્ટેશને વ્યાપાર, બિઝનેસ અને ટુરિઝમ શરૂ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે ગણદેવી રેલવે સ્ટેશન પણ મુસાફરોથી ધમધમતું થશે. ગણદેવી નગરપાલિકા અને સત્તાધીશો આ બાબતે ધ્યાન આપે એવી લાગણી પ્રવર્તી રહી છે.

જેને પગલે આ માર્ગના તૂટી ગયેલા નાળાને પણ સજ્જ કરવામાં આવે તેવી માગણી વિસ્તારમાંથી ઉઠી છે. આ વિસ્તારમાં પણ સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં હોય તેને ચાલુ કરવાની તાતી જરૂર છે. આ માર્ગને તેઓ તાકીદે સજ્જ કરાય અને રેલવે સ્ટેશન સામે આવેલું ગરનાળુ પણ તાકીદે જેસીબી દ્વારા ઉડુ કરી સજ્જ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...