તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ગણદેવી નગરપાલિકા પ્રિમિયર લીગમાં કારગીલ રોકરઝ ટીમ ચેમ્પિયન બની

ગણદેવી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તુળજા ભવાની યુવક મંડળ દરૂવાડ કાછિયાવાડી, ગણદેવી દ્વારા આયોજિત ગણદેવી નગરપાલિકા પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 8 ટીમ કારગિલ રોકરઝ, સેફ્રોન લેપોર્ડ, રીયલ ટાઇગર, પી એસ કે લાયન્સ, ગણદેવી ઇન્ડિયન્સ, એ બી ચેલેન્જર્સ, મોન્ટુ ઇલેવન, તાઇવાડ નાઈટ રાઇડર્સ ટીમે ભાગ લીધો હતો. ફાઇનલમાં કારગિલ રોકરઝ અને ગણદેવી ઇન્ડિયન્સ ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં નિરવ સગરની ટીમ કારગિલ રોકરઝનો વિજય થયો હતો. આ ક્રિકેટ મેચનું પોલીસ પરેડ ગ્રાઉન્ડની જગ્યાએ સગર ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું હતું. ઇનામ વિતરણ સમારંભમાં મુખ્ય મહેમાન ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, ગણદેવી નગરપાલિકા પ્રમુખ રમણભાઈ, પ્રાણલાલભાઈ, રાજુભાઈ પટેલ, સહિતના હાજર રહ્યા હતા. ક્રિકેટ રમનારાઓ માટે ગણદેવી સગર નવું ગ્રાઉન્ડ વિકસી ગયું છે એનો સૌને આનંદ વ્યક્ત કર્યો. આ ગ્રાઉન્ડ વધુ વિકસાવવા પણ મેચ બાદ સૂચનો થયા હતા. વિજેતા ટીમને રૂ. 18 હજાર રોકડ તથા ચેમ્પિયન ટ્રોફી અને રનર્સ અપ ટીમને રૂ. 8 હજાર અને ટ્રોફી મહાનુભાવોના હસ્તે એનાયત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો