ચૂંટણી:ગણદેવી બેઠક પરથી ચૂંટાઈને જે પક્ષ આવે છે તેની સરકાર રચાય છે

ગણદેવી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવી બેઠકના ધારાસભ્ય ગુજરાતના મંત્રીમંડળમાં પણ સ્થાન પામતા આવ્યા છે

ગુજરાતની નવી વિધાનસભાની રચના કરવા માટે જ્યારે ચૂંટણીના પડગમો વાગી રહ્યા છે ત્યારે ગણદેવી વિધાનસભા બેઠકનો ઇતિહાસ એટલો જ અનેરો રહેલો દેખાય છે. ગણદેવી વિધાનસભા બેઠક પર જે પક્ષ ચૂંટાય છે. તેની સરકાર ગુજરાતમાં રચાતી હોવાનું પણ ઇતિહાસ બોલી રહ્યો છે.

એટલું જ નહીં જે ધારાસભ્ય અત્રેથી ચૂંટાઈને જાય છે. તે ગુજરાત સરકારમાં પણ સ્થાન પામતા દેખાઈ રહ્યા છે. ભારત દેશ આઝાદ થયો અને 1952માં મુંબઈ વિધાનસભાની રચના કરવામાં આવી ત્યારે ગણદેવી બેઠક પરથી ચૂંટાઈને ગયેલા ગાંધીઘર કછોલીના કીકુભાઈ નાયક ગણદેવીના સૌથી પહેલાં ધારાસભ્ય તરીકે રહ્યા હતા.

જોકે મુંબઈ વિધાનસભાની ઉપલી સભામાં અજરાઈના ગુલાબભાઈ મહેતા પણ સભ્ય પદે રહ્યા હતા. 1957માં વલસાડ-ગણદેવીની સંયુક્ત બેઠક પર વલસાડના ગોપાળજીભાઈ દેસાઈ કોંગ્રેસના ચૂંટાઈને ગયા હતા અને મુંબઈ વિધાનસભામાં સ્થાન શોભાવ્યુ હતુ.

વર્ષ 1962માં વિધાનસભાની થયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઠાકોરભાઈ દેસાઈ સામે પ્રજા સમાજવાદી પક્ષના ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ ચૂંટાઈને ગયા હતા. 1962ની આ ચૂંટણી ખૂબ જ રસાકસી ભરેલી રહી હતી. 1967માં થયેલી ચૂંટણીમાં વેગામના ઠાકોરભાઈ મણીભાઈ દેસાઈ ફરી ઊભા રહ્યા હતા અને ચૂંટાઈને ગયા હતા. તેમ જ હિતેન્દ્રભાઈ દેસાઈ મિનિસ્ટ્રીમાં ખેતીવાડી અને સહકાર મંત્રી તરીકે ગણદેવીના સૌ પ્રથમ મંત્રી પદ રહ્યા હતા.

ત્યારબાદ 1972માં ડો. અમૂલભાઈ દેસાઈ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સરકારમાં નાણામંત્રી તરીકે રહ્યા હતા. જ્યારે 1977 માં પરાગજીભાઈ નાયક અને 1982માં તેમજ 1987માં સતત બે ટર્મ સુધી દિનકરભાઇ દેસાઈ ગુજરાતની ધારાસભામાં ગણદેવીનું ધારાસભ્ય પદ શોભાવતા રહ્યા હતા. ફરી એકવાર 1992માં ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રીની સરકારમાં સહકાર મંત્રી તરીકે ઠાકોરભાઈ નાયક પણ ગણદેવી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને ગયા હતા અને મંત્રી પદ શોભાવ્યું હતું.

જ્યારે 1997માં કેશુભાઈની સરકારમાં કરસનભાઈ પટેલ આરોગ્ય મંત્રી બન્યા હતા. ત્યારબાદ 2002ની સાલથી નરેન્દ્ર મોદીની મિનિસ્ટ્રીમાં મંગુભાઈ પટેલ વન અને પર્યાવરણ મંત્રી સતત રહ્યા હતા અને નરેશભાઈ પટેલ 2017માં ચૂંટાઈને ગયા બાદમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર રચાય બાદ નાગરિક પુરવઠા વન મંત્રી તરીકે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...