તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાસ્થ્યવર્ધક ખાણું:શિયાળામાં સ્વાદ અને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ વાનગી ઉબાડિયું, આદિવાસીઓની વાનગી ઉબાડિયું હવે શહેરીજનો માટે ઠંડીમાં ચટાકેદાર વ્યંજન બની ગયું છે

ગણદેવી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શિયાળાની ઠંડીનો પ્રારંભ થાય અને એની સાથે સંલગ્ન એવી અનેક વાનગીઓ ખાણીપીણી સિઝન પ્રમાણે બજારમાં આવતી હોય છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં શેરડીના રસમાંથી બનતી દુધેલી, રસૈલી, કુમરી જુવારમાંથી બનતો પૌષ્ટિક પૌંક તો બીજી તરફ વર્ષોવર્ષ બનતું જતું આદિવાસીઓનું એક જમાનાનું ખૂબ જ સીધું સાદુ અને પ્રિય ઉબાડિયું એવું હવે શહેરીજનો માટે મહેફીલની ટેસ્ટી ચટાકેદાર વાનગી બની ગઇ છે. મૂળભૂત રીતે આ ઉબાડિયું હળપતિઓનું અને આદિવાસીઓનું શિયાળાનું ઉજવણીનું માધ્યમ હતું. તેવો ખેતરની અંદર માટલામાં કલાર પાથરી અંદર બટાકો, કંદ, શકૈરીયા, પાપડી પાથરીએની અંદર મસાલો નાખી માટલાની અંદર ભરી દઈ વ્યવસ્થિત લેયર બનાવી માટલામાં ભરવામાં આવે છે અને એ માટલાને કલઇથી બંધ કરી દેવામાં આવે છે.

ત્યારબાદ એ માટલાને ઊંધું મૂકી છાણાથી સળગાવી બાફવામાં આવે છે. તેને થોડું ઠંડું પડવા દેવામાં આવે છે અને પછી તેની વિશિષ્ટ ચટણી સાથે ચટાકેદાર બનાવી દહીંના મઠામાં સાથે ખાનારા વર્ગ ગણદેવીની અંદર વર્ષોવર્ષ વધતો જાય છે. મૂળભૂત રીતે આ ઉબાડિયું હળપતિઓની વાનગી હતી. છેલ્લા 25 વર્ષથી ઉબાડિયાનું સ્વરૂપ બદલી ખાનારાઓની માગ મુજબ ચટાકેદાર બનતું ગયું છે. મુંબઈથી માડી ભાવનગર, ઉમરગામ, મુંબઈ તો આ તરફ સુરત, વડોદરા, અમદાવાદ સુધીના ઉબાડિયા ચાહકો એને આરોગવા માટે એને માણવા માટે ગણદેવી ડુંગરી જેવા મોટા કેન્દ્રોમાં શિયાળા દરમ્યાન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં આવે છે.

હવે આ ઉબાડિયું ખેતરમાં બેસીને ખાનારુ રહ્યું નથી અને એક નાના ગૃહ ઉદ્યોગમાં ફેરવાઈ ગયું છે અને માણસોને એની રોજી મળે છે. એમાંથી એક વ્યવસાયનું સ્વરૂપ વિકસી રહ્યું છે. ગણદેવી ખાતે ઉબાડિયા સાથે ચટણી બનાવવામાં આવે છે, એ થોડી વિશેષ રૂપે બનાવતી હોવાનું ગણદેવીના ઉબાડિયા ઉત્પાદકોએ વાતચીતમાં જણાવ્યું છે. તેઓ ચટણીની અંદર લીલુ લસણ, ધાણા, આદુ તેમજ સુકો તેજાનો પણ થોડો નાખી પથ્થરના ઘૂંટણમાં માણસ પોતાના હાથે ચટણી કૂટીને બનાવતો હોય છે. એમાં એક જુદા જ પ્રકારનો સ્વાદ આવતો હોવાથી ઉબાડિયાના ચાહકો ગણદેવી પંથકમાં વિશેષ આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. છેલ્લા બે સપ્તાહથી એની સિઝનનો પ્રારંભ થતાં ઉબાડિયાના રસિયાઓ ઉબાડિયાની લહેજત માણતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો