તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

61મી વાર્ષિક સામાન્ય સભા:અજરાઈ ગામે ખેતી વિકાસ સેવા સહકારી મંડળીની 61મી વાર્ષિક સામાન્ય સભા મળી

ગણદેવીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સહકારી ક્ષેત્રે ગણદેવી તાલુકો ખૂબ જ આગળ રહ્યો છે. અત્રે વિવિધ પ્રકારની સહકારી મંડળીઓ આવેલી છે. ગુરૂવારે ખેતી વિકાસ સેવા સહકારી મંડળીની 61મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી. સહકારી ક્ષેત્રે સેવામાં પણ સહકાર અને ખેતી વિકાસને વરેલી આ ખેતી વિકાસ સેવા સહકારી મંડળી તેમનો આગવો અભિગમ ધરાવે છે અને ખેતી વિકાસ સાથે સેવામાં પણ સહકારના મૂળ હેતુથી 61 વર્ષ જૂની મંડળી તેનું આગવું સ્થાન ધરાવે છે. ટ્રેક્ટરથી સભાસદોનું સેવાક્ષેત્રે ધ્યાન રાખનાર વ્યાજબી ભાવે ખેડાણ કરી ખેડૂતોને મદદરૂપ થનારી આ મંડળી છે.

આ મંડળીએ રૂ. 70 હજારથી પણ વધારે નફો કર્યો છે. સમગ્ર પંથકમાં આ એકમાત્ર એવી સેવા સહકારી મંડળી છે કે જે તેના સભાસદોને લોકર અને મેડિક્લેઈમની સુવિધા વર્ષોવર્ષથી આપે છે. 15 ટકા જેવું ડિવિડન્ડ જાહેર કર્યું છે. સોલાર પેનલથી વીજળી પ્રાપ્ત કરવાનું કામ પણ કરે છે અને લાઈટબીલમાં ઘટાડો કરી રહી હોવાનું મંડળીના પ્રમુખ શિરીષભાઇ વશીએ તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું. સેવા મંડળીના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ ગુલાબભાઈ મહેતા છે. મંડળીના સેક્રેટરી હસમુખભાઈ હરગોવિંદદાસ પટેલ સભા સમક્ષ હેવાલો અને હિસાબો રજૂ કરતા સભાએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા અને નફાની વહેંચણીને પણ મંજૂર રાખી હતી. એજન્ડા પરની વિવિધ દરખાસ્તો વ્યવસ્થાપક સમિતિના સભ્યો ડિરેકટરો રોહિતભાઈ પટેલ, કેયુરભાઈ વશી, ગિરીશભાઈ નાયક, ભીખુભાઈ નાયક, જ્યોતિબેન દેસાઈ, દિપ્તીબેન મહેતા વગેરેએ મૂકી હતી. રમેશચંદ્ર નાયકે આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો