તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગણદેવીમાં 15 મિલકતના નળ અને ગટર કનેકશન કાપી નંખાયા

ગણદેવી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 મિલકતનાં ગટર અને 6ના નળ કનેકશન બંધ

ગણદેવી નગરપાલિકાએ દક્ષિણ ગુજરાત પાલિકા કમિશ્નરના આદેશ મુજબ શુક્રવારે સખત પગલાં લેવાનું નક્કી કરી ફાયર એનઓસી નહીં ધરાવતી 15 મિલકતના નળ અને ગટરના કનેક્શન કાપી નાંખ્યા હતા. નેશનલ બિલ્ડિંગ કોડ મુજબ ફાયર સેફ્ટીના સાધનો લગાવવા હોસ્પિટલ, શૈક્ષણિક શાળા, મોટા હોલ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, મોટા હાઇરાઇઝ બિલ્ડીંગમાં ફરજીયાત છે.

છેલ્લા કેટલાક વખતથી બનતી ઘટનાઓએ આ કાયદાનો અમલ ખૂબ જ કડકાઈથી કરવા દક્ષિણ ગુજરાતમાં પગલાં લેવાઇ રહ્યાં છે. જેના ભાગરૂપે ગણદેવી નગરપાલિકાએ શુક્રવારે 9 મિલકતના ગટર અને 6 મિલકતના નળ કનેકશન કાપી નાંખતા ફફડાટ મચી ગયો હતો. નગરમાં 16 મિલકત એવી છે કે જેમાં ફાયર એનઓસી લેવાની થાય છે. એ સંદર્ભે ગણદેવી નગરપાલિકાના ચીફ ઓફિસર નીલકંઠભાઈ તેમજ નગરપાલિકા પ્રમુખ પ્રાણલાલ પટેલ આ નિયમોનું ચૂસ્તપણે અમલ થાય તે માટે કટિબદ્ધ હોવાનું જણાવે છે. આ પગલાંને લઇને ગણદેવીમાં ફફડાટ પેસી ગયો છે.

જોકે આ બાબતે નગરપાલિકા નગર તેમજ નાગરિકોના હિતમાં મક્કમ હોવાનું જણાવે છે. સૌના હિતમાં ફાયર એનઓસી લેવી કે જે તે હાઇરાઇઝ બિલ્ડીંગો તેમજ શૈક્ષણિક સંસ્થા, ઉદ્યોગોની અંદર ફાયર સેફ્ટીના પૂરતા સાધનો જે નીતી નિયમો મુજબ રાખવાના થાય છે અને એ અતિઆવશ્યક હોવાનું નગરપાલિકા સત્તાધીશોએ જણાવ્યું હતું.

શાળામાં પણ એનઓસી લેવું જરૂરી
આ બાબતે ગણદેવી વીજ કંપનીના નાયબ ઈજનેર એ.ડી. પટેલ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અમુક પણ આ બાબતે કડકાઈથી પગલાં લેનાર છે અને ફાયર સેફ્ટીના એનઓસી જે લોકો પાસે નહીં હશે તેઓના અમે વીજ પુરવઠો કાપવામાં આવશે. હાઇરાઇઝ બિલ્ડીંગો એવી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કાયદામાં આવતા આવા તમામે ફાયર એનઓસી લીધી નહીં હશે તો નજીકના સમયમાં વીજ પુરવઠો કાપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...