નારી ઉત્કર્ષ:ગણદેવી સોશ્યલ ગ્રુપ દ્વારા બહેનોને સ્વરોજગારી મળી રહે તે માટે હાથ ધરાયો સ્કીલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ

ગણદેવી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી સોશિયલ ગ્રુપની બહેનોને અપાઇ રહેલી ટ્રેનિંગ. - Divya Bhaskar
ગણદેવી સોશિયલ ગ્રુપની બહેનોને અપાઇ રહેલી ટ્રેનિંગ.
  • બહેનોને ડ્રેસ સીવતા આવડતો હોય તો રોજના 300 થી 400 રૂપિયા કમાઈ શકે છે

ગણદેવીનું સોશિયલ ગ્રુપ અને એક યુવા સાહસિકના સથવારે બહેનોને રોજગારી અને સ્કિલ ડેવલોપમેન્ટનો એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. બહેનો રોજગારી સાથે દરજીકામ સહિતના વિવિધ સંચા ઉપર થઈ શકે તેવા કામો શીખી શકે અને સાથે કામ મેળવી થયેલ કામ પણ તુરંત જ ખરીદાય જાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.

ગણદેવીમાં સોશિયલ ગ્રુપ ઘણા વખતથી ગામમાં જુદી જુદી સેવાઓ કરી રહ્યું છે. આગામી દિવસોમાં સ્વનિર્ભરતા અને મહિલા સશક્તિકરણ માટે એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યાં છે. ગણદેવીની બહેનોને રોજગારી મળે એ હેતુથી, સોશ્યિલ ગ્રુપ અને ગણદેવી તેલુગુ સોસાયટીના શ્રીનિવાસભાઈ(સીનુભાઈ)ના સહયોગથી આ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. જેમાં જરૂરિયાતમંદ બહેનોને જો ડ્રેસ સીવતા આવડતો હોય તો રોજના તેમને 300 થી 400 રૂપિયા કમાઈ શકે છે.

જેઓને ઓછું-વતું આવડતું હોય તો સામેથી શીખવાના પણ રોજના 100 રૂપિયા આપવામાં આવશે અને શીખી ગયા બાદ નંગ પર પૈસા આપવામાં આવશે. કોઈને રોજીરોટી મળે એ હેતુથી જરૂરિયાતમંદ બહેનોને વધુમાં વધુ સાંકળી મદદ કરવાની ઇચ્છા ગ્રુપના સભ્યોએ વ્યક્ત કરી છે.

આ નવા સાહસને નગરજનોએ ખૂબ જ આવકાર્યો છે. સેવા ભાવનાથી અને બહેનોને રોજગારી મળી રહે એવી ઉમદા આશયથી આ કાર્યક્રમનો પ્રારંભ થઇ રહ્યો છે. જે એક આગવો પ્રયોગ છે. જેને નગરમાં બહેનો અને તેના સંગઠનો સમજે અને સ્વીકારે તે ખૂબ જ જરૂરી છે. જેથી તેમને રોજીરોટી મળી રહે અને પરિવારને મદદ કરી શકે અને પોતાના જીવનને વધુ ઉજ્જવળ ભવિષ્ય આપી શકે. સમાજમાં પોતાનુ અલાયદું સ્થાન બનાવી શકે.

અન્ય સમાચારો પણ છે...