તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરતીપુત્રોની વિચારણા:ગણદેવી તાલુકામાં લુપ્ત થતી સરદાર, વનરાજ, મકારામ, મુંબઇકરો, મલગોબો કેરીને બચાવો

ગણદેવી3 મહિનો પહેલાલેખક: પરેશ અધ્વર્યું
  • કૉપી લિંક
  • લુપ્ત થતી કેરીને આધુનિકરણથી નવા સ્વરૂપે રોપણ કરવા ધરતીપુત્રોની વિચારણા

ગણદેવી તાલુકાને ગુજરાતનું નંદનવન કહેવામાં આવે છે. નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાનું કેરી અને ચીકુના ઉત્પાદન ક્ષેત્રે આગવું સ્થાન છે. હાલમાં જ્યારે કેરીની સિઝન પૂરબહારમાં ચાલી રહી છે ત્યારે કેરીના બજારમાં હાલ કેસર, રાજાપુરી, આમ્રપાલી, હાફૂસ, દશેરી જેવી વિવિધ જાતની પ્રચલિત કેરી જાણીતી છે. તેમાં લુપ્ત થતી આજથી બે દાયકા પહેલાંની જાતો પણ એટલી જ યાદ કરી વાગોળવા જેવી છે. કેરીને લુપ્ત થતી જાતોમાં આજથી બે દાયકા પૂર્વે કે ત્રણ દાયકા પૂર્વે જે કેરીઓ ખૂબ જ જાણીતી હતી અને બજારમાં પણ એટલી જ વખણાતી હતી પરંતુ આજે એનું ક્યાંય નામોનિશાન દેખાતું નથી છતાં એ જમાનાના લોકો એને યાદ કરે છે અને એ કેરીની જાતો વિકસાવવામાં આવે તો એનું પણ મોટું બજાર ઊભું થઈ શકે એવી શક્યતા હોવાનું તેઓ જણાવી રહ્યાં છે.

એક જમાનો હતો કે જ્યારે આ લુપ્ત થયેલી કેટલીક કેરીઓની જાતોમાંથી કેટલીક જાતો અન્ય વિદેશોના બજારમાં પણ ખૂબ જ વખણાયેલી હતી. આ લુપ્ત થતી કેરીની જાતોમાં સરદાર, વનરાજ, મકારામ, મુંબઈકરો, મલગોબો જે હવે ભાગ્યે જ જોવા મળે છે યા ખૂબ જ ઓછી જોવા મળે છે. તેમાં પણ મુંબઈગરો પોપટીયો, કરંજીયો, દાડમીયો, પાયરી, જમાદાર, દુટીયો, બફાણીયો જેવી કેરીની જાતો તો સાપ ગયા અને લીસોટા રહ્યા જેવી વાતો થઈ ગઈ છે અને જૂજ પ્રમાણમાં જોવા મળતી હોવાનું તલિયારાના નિવૃત્ત ઓફિસર અને પ્રયોગશીલ ખેડૂત કાર્તિકભાઈ નાયકે જણાવ્યું હતું.

હાલમાં કેરી બજારમાં જે વિશેષ ચાલે છે એમાં કેસરનું પ્રમાણ 67 ટકા જેટલું રહ્યું છે. આ ઉપરાંત હાફૂસ, રાજાપુરી, આમ્રપાલી, દશેરી જેવી કેરી હાલ બજારમાં ખૂબ જ ચાલે છે. આ લુપ્ત થતી જૂની કેરીઓ જ્યારે થોડી ઘણી પણ મંડળીઓમાં કે બજારમાં વેચવામાં આવે છે ત્યારે એને લેનારો ખરીદવાનો એક ચોક્કસ નાનો વર્ગ રહ્યો છે, જે આજે પણ શોધી-શોધીને ખાય છે. ચૂસીને ખાઈ શકાય એવી દેશી કેરી તો હવે બહુ જ જૂજ પ્રમાણમાં મળતી હોવાનું તોરણગામના પ્રયોગશીલ ખેડૂતો મહાદેવભાઈ દેસાઈ, પ્રશાંતભાઈ નાયક જણાવે છે.

વલોટીના રહીશ અને એડવોકેટ દિપકભાઈ દેસાઈએ આ લુપ્ત થતી કેરીઓ વિવિધ જાતોને બચાવવા ખેડૂત મંડળીઓ દુર્લભ કેરીની જાતોને કઈ રીતે વિકસાવી શકાય તે માટેના પ્રયત્નો નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે કરે એ અતિ આવશ્યક હોવાનું જણાવ્યું હતું. અજરાઈ સેવા મંડળીના પ્રમુખ અને દેસાડ ગામના રહીશ શિરીષભાઈ વશીના જણાવ્યા મુજબ લુપ્ત થતી આ કેરીની જાતોને બચાવવા માટે અને એને આધુનિકીકરણ કરી નવસારીની એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ફરી પાછી નવા સ્વરૂપે રોપાણ કરી આવનાર પેઢીને એનો સ્વાદ ચખાડે એ ખૂબ જ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...