તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રારંભ:ગણદેવીમાં બિસમાર બનેલા હોકર્સ ઝોનનું રિનોવેશન કરી દુકાન બનાવવાનો પ્રારંભ

ગણદેવી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
હોકર્સ ઝોનને રિનોવેશન કરી દુકાન બનાવવાનો પ્રારંભ કરાયો હતો. - Divya Bhaskar
હોકર્સ ઝોનને રિનોવેશન કરી દુકાન બનાવવાનો પ્રારંભ કરાયો હતો.
 • 2016-17માં રૂ. 26 લાખના ખર્ચે 8 દુકાન બનાવવાનો નિર્ણય થયો હતો

ગણદેવી નગરના પૂર્વ પ્રવેશદ્વારે નગરપાલિકા દ્વારા બનાવાયેલા હોકર્સ ઝોનને રિનોવેશન કરી દુકાન બનાવવાનો પ્રારંભ કરાયો હતો. ખાસ કરીને નગરના પૂર્વ વિસ્તારોના રહેવાસીઓ શાકભાજી સહિતની રોજિંદી જરૂરિયાતો હવે લેવા માટે નગર મધ્યે આવેલ મધ્ય બજારમાં આગામી દિવસોમાં હોકર્સ ઝોનની દુકાન તૈયાર થઈ જતા આવવું પડશે નહીં એવી આશા સાથે આનંદની લાગણી ફેલાઇ છે.ગણદેવીના પૂર્વ પ્રવેશદ્વારે આજથી દસેક વર્ષ પહેલા ગુજરાત સરકારની હોકર્સ ઝોનની યોજના અનુસંધાને ગણદેવી નગરપાલિકા દ્વારા હોકર્સ ઝોન તૈયાર કરાયા બાદ એ સાવ બિસમાર હાલતમાં પડતર પડી રહ્યા હતા. હોકર્સ ઝોનને કાર્યરત કરવા નગરપાલિકા તંત્ર અને સત્તાધીશો સક્રિય થયા હતા અને 14માં નાણાપંચની ગ્રાંટ 2016-17માંથી રૂ. 26 લાખના ખર્ચે 8 જેટલી દુકાન બનાવવાનો નિર્ણય થયો હતો.

જેના અનુસંધાને ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે આ રિનોવેશનનું કામનો પ્રારંભ થયા બાદ આ કાર્યની શરૂઆત થતાં આ પંથકના નગરજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. નગરપાલિકા પ્રમુખ રમણભાઈ પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઈ અને કારોબારી સમિતિના અધ્યક્ષ ગોપાલભાઈ ગોહિલના જણાવ્યા મુજબ હાલની હોકર્સ ઝોનમાં 8 દુકાન તૈયાર કરાશે હોકર્સ ઝોનનુ બાજુમાં આવેલી જગ્યામાં પણ અન્ય આઠ દુકાનો બાંધી શકાય એમ કુલ 16થી 20 જેટલી નવી દુકાન બનાવવાનું આયોજન હોવાનું ઇજનેર ધવલભાઇ રાઠોડે જણાવ્યું હતું. આ વિસ્તારમાં હાલમાં કોરોનાને લઈને યોજાતા હાટ બજારો પણ બંધ હોય લોકોને રોજીંદી શાકભાજી અને દૂધ તેમજ અન્ય જરૂરિયાતો ખરીદવા નગર મધ્યે આવેલ શાકભાજી બજારમાં જવું પડતું હોય છે.

હોકર્સ ઝોનની દુકાનો તુરંત કાર્યરત થાય તેવી લાગણી આ વિસ્તારના રહીશોએ વ્યક્ત કરી છે. એમણે આ વિસ્તારના ભરાતા હાટ બજારો મધ્યમવર્ગી નગરજનો માટે આશીર્વાદરૂપ હોય એ ભરવાની પરવાનગી અપાય તેવી પણ લાગણી વ્યક્ત કરી છે. હોકર્સ ઝોનની આગળ અને પાછળ વિકાસ થઈ શકે એવી શક્યતાઓ પણ ઇજનેરે દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો