તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ગણદેવીમાં સફાઇ કર્મીઓને ભેટ આપી રક્ષાબંધન ઉજવાઇ

ગણદેવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વોરિયર્સનું સન્માન કરી અનોખી ઉજવણી

ગામના ખરી કરોના વોરિયર એટલે આપણી નગરપાલિકાની સફાઈ કરતી બહેનોને આજે રક્ષા બંધન નિમિતે બે-બે સાડી અને બે લીટર ખાવાનું સીંગતેલ આપી ખરી રીતે એક અનુકરણીય અનોખી રક્ષા બંધન ઉજવવામાં આવી. જેને નગરજનોએ બોહળા પ્રમાણમાં આવું કરી અનુકરણીય વખાણી હતી. તો બહેનોને અપાયેલ સાડીના સ્પોન્સર નીપાબેન કમલેશભાઈ મિસ્ત્રી (કુંભારવાડ) તેમજ રોજીંદા વપરાશી ઘર વપરાશમા આવે એવુ સીંગતેલ સોશ્યિલ ગ્રુપ તરફથી આપવામાં આવ્યુ હતું.

એકલા જ માહોલમાં નગરમાં ઉજવણી થઈ હતી
આ દેખીતી રીતે નાની ઘટના હતી પરંતુ નગરમાં એના ખૂબ જ ઉમદા અને અનુકરણીય પ્રત્યાઘાતો પડયા હતા. આ કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. જો કે નગરમાં રક્ષાબંધનની ઉજવણી કેટલીક જગ્યાએ કોમી એખલાસના દ્રશ્યો પણ સર્જાયા હતા. પરંપરાગત ઉજવણી પણ યથાવત રીતે શાંતિ ભર્યા માહોલમાં થઈ હતી મીઠાઈઓ અને રાખડીઓનું વેચાણ પણ ઘણા લાંબા સમય બાદ આવું થતું જોવા મળ્યું. મીઠાઇ ખરીદવા દુકાનો પર લાઇન લાગી હતી રાખડીઓની ખરીદી પણ સંતોષકારક થયેલું વેપારીઓએ જણાવ્યું છે આનંદ અને એકલા જ માહોલમાં નગરમાં ઉજવણી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...