તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા યથાવત:અમલસાડથી ફળોના રેલ પરિવહન પર અપાતી 50 ટકા સબસિડી રેલવેએ યથાવત રાખી : સત્યકુમાર

ગણદેવી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1લી એપ્રિલથી શરૂ થયેલા નવા વર્ષમાં સબસિડી બંધ રાખવાની ચર્ચા ચાલી હતી

રેલવે માર્ગે ફળોનું પરિવહન કરાય તો રેલવે દ્વારા પરિવહન ખર્ચના 50 ટકા જેટલી સબસિડી આપવામાં આવે છે. 1લી એપ્રિલથી શરૂ થયેલા નવા વર્ષમાં પણ એ સબસિડી યથાવત્ રખાઈ હોય વેસ્ટર્ન રેલવે મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ મેનેજર એ.વી.એમ. સત્યકુમારે જણાવ્યું છે. હાલમાં ચીકુનો ગત વર્ષ કરતાં ઊંચા ભાવો મળી રહ્યા છે. તેના મુખ્ય કારણમાં આ 50 ટકા સબસિડી પણ રહેલી છે. અમલસાડમાંથી રોજ ચીકુની એક સ્પેશિયલ ટ્રેન દિલ્હી જાય છે. એ પરિવહન પર પણ નવસારી જિલ્લાના ખેડૂતોને 50 ટકા જેવી સબસિડી રાહત મળે છે એને લઈને વિવિધ ખેડૂત મંડળી આ વર્ષે ચીકુના ઊંચા ભાવ આપી શકે છે. પરિવહન ખર્ચ અડધો થઈ ગયો છે, માર્ગ પરિવહન ખુબ જ મોંઘુ પડતું હતું. રેલવે પરિવહનનો ખર્ચ ઘટતા એનો સીધો ફાયદો ખેડૂતોને થયો છે.\nઆ 50 ટકા સબસિડીની રાહત 1લી એપ્રિલ 2021થી ઓછી થઈ જશે કે બંધ થઈ જશે એવી રેલવેના જ કેટલાક ઉચ્ચ અધિકારીઓએ માહિતી આપતા આ અંગે 15મી માર્ચે દિવ્ય ભાસ્કરમાં પડઘો પાડી સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ અત્રેથી મેઈલ કરાયા હતા. જેનો સીધો પડઘો આ સબસિડી યથાવત રહેતા પડ્યો છે. હાલના આ નાણાકિય વર્ષમાં આ સબસિડી યથાવત રહી હોવાનું રેલવેના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. આ સબસિડીનો સીધો ફાયદો ખેડૂતોને થઈ રહ્યાનું પણ તેમણે ચકાસતાં આનંદ વ્યક્ત કર્યો હતો. અમલસાડમાંથી ભરાતી આ ચીકુ સ્પેશિયલ ટ્રેન માત્ર દિલ્હી પૂરતી જ નહીં પરંતુ જયપુર પણ દોડાવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી. અજરાઇના પરેશભાઈ નાયકે આ બાબતે સત્યકુમાર સાથે પણ વાતચીત કરી હતી અને 15મી માર્ચે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલો અહેવાલ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈને પણ મેઈલ કરીને મોકલ્યો હતો અને આ સબસિડી ચાલુ રાખવા વિનંતી કરી હતી. જેનો સીધો ફાયદો નવસારી જિલ્લાના ખેડૂતોને થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગણદેવી તાલુકાની વિવિધ મંડળીઓ તેમજ નવસારી જિલ્લાની એપીએમસીઓ રેલવે દ્વારા પરિવહન થતાં ચીકુ સ્પેશિયલ ટ્રેનનો લાભ લે છે તેમણે પણ આનંદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો