હાલમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર ભરપૂર ધબકતી થઈ રહી હોય ત્યારે ગણદેવી તાલુકાના કછોલી ગામમાં રહી તેમની પ્રથમ ફિલ્મ ‘આગંતુક’ દ્વારા અભિનયની દુનિયામાં એન્ટ્રી લઇ ગુજરાતી ફિલ્મ અભિનેતા સુપર સ્ટાર હિતેન કુમાર સાથે મુખ્ય પાત્રમાં જોવા મળશે. ઉત્સવ નાયક તેમની આગવી વિચારસરણી સાથે એન્ટ્રી લઈ રહ્યાં છે. 17મી ફેબ્રુઆરીના રોજ નવસારી જિલ્લાના નવસારી, બીલીમોરા ઉપરાંત વલસાડ, વાપી સહિત સુરત તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના થિયેટરોમાં ઉત્સવ નાયકની મહાત્વકાંક્ષી પ્રથમ ફિલ્મ ‘આગંતુક’ રિલીઝ થવા જઈ રહી છે.
તેમણે વાતો કરતા જણાવ્યું હતું કે તેઓ નાના હતા ત્યારથી જ પોતાની આગવી ઓળખ ઉભી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેમણે તેમનો માધ્યમિક અભ્યાસ ગણદેવી ગઝદર સ્કૂલ, બીલીમોરા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, વલોટીની સ્વામિનારાયણ સ્કૂલ અને સિસોદ્રાની સત્ય સાંઇની નિકેતનમાં કર્યો હતો. તેમના પિતા કેતનભાઇ ધીરૂભાઇ નાયક ઉર્ફે ગલાભાઈ અનાવિલ અને સહકારી ક્ષેત્રમાં અગ્રણી છે. કેતનભાઇનો દીકરો નહીં પરંતુ કેતનભાઇ ઉત્સવના પપ્પા એ રીતે ઓળખાણ ઊભી કરવા માંગતા હતા અને એ થવા જઈ રહી છે.
તેઓ જાણીતા દિગ્દર્શક નૈતિકભાઇ રાવલ સાથે છેલ્લા એકાદ એક વર્ષથી પ્રોડક્શન ડાયરેક્શન અને બીજા અન્ય વિભાગોમાં કાર્ય કરી રહ્યાં હતા. તેઓ ‘આગંતુક’ ફિલ્મ માટે નવા ચહેરાની શોધમાં હતા. એક દિવસ નૈતિકભાઈએ ઓડિશન આપવાનું જણાવતા ઓડિશન આપતા ઉત્સવને ફિલ્મમાં રોલ ઓફર કર્યો હતો.
આ પળ ઉત્સવ માટે ચીર સ્મરણીય હોવાનું જણાવ્યુ હતું. તેમની માતા ક્રિષ્નાબેન તેને ખૂબ પ્રોત્સાહિત કર્યો હતો. તેઓ આગામી 17મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ મુખ્ય ભૂમિકા સાથે ઝળકી રહ્યાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ ગણદેવી હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય ઉર્વશીબેન વશી અને સુરેશભાઈ વશીના દોહીત્ર છે. આ ફિલ્મમાં હિતેનકુમાર જેવા સુપર સ્ટારને અભિનેત્રી નૈત્રી ત્રિવેદી સાથે અભિનય કરવાનો અવસર મળ્યો હોવાનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓ સમગ્ર ગુજરાતમાં છવાઈ જઈ આગવા કદમ સાથે આગળ વધવાની નેમ ધરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.