સિદ્ધિ:બીલીમોરાના 75 વર્ષીય પ્રા.અરૂણ નાયક રાષ્ટ્રીય કક્ષાના ખેલ મહાકુંભમાંં ઝળક્યા

ગણદેવી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 75+ કેટેગરીમાં લાંબી કૂદમાં રાષ્ટ્રીય કક્ષાએ િદ્વતિય ક્રમે વિજેતા બન્યા
  • પ્રા.નાયક રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ પ્રાપ્ત કરી એશિયા કક્ષા માટે પણ ક્વોલિફાય થયા

પ્રોફેસર અરૂણ નાયકે નાશિક મુકામે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના ખેલ મહાકુંભમાં 75+ કેટેગરીમાં લાંબી કૂદમાં રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી લાયન્સ જગત, આંતલિયા ક્લબ તથા ધનોરી ગામનું નામ ઉજ્જવળ કર્યું છે. એમણે અગાઉ પણ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. એશિયા કક્ષા માટે પણ ક્વોલિફાય થયા હતા. એમણે ખેલ મહાકુંભમાં ટેબલ ટેનિસમાં 60+માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ક્રિકેટ પ્રેમી એવા પ્રોફેસર અને ચીખલી કોલેજના વાઇસ પ્રિન્સિપાલ રહી ચૂકેલા નિવૃત્ત અરૂણભાઇ નાયક ચીખલી ક્રિકેટ ટીમના સતત એક વર્ષ સુધી કેપ્ટન રહ્યા હતા અને અચ્છા નિવડેલ બોલર પણ છે.

ગણદેવી તાલુકાના ધનોરી ગામના મુળ વતની અને હાલ બીલીમોરામાં સ્થાયી થયેલા અને સતત 3 દાયકા સુધી ચીખલી કોલેજમાં એકાઉન્ટન્સી વિભાગના પ્રધ્યાપક તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા અરૂણભાઇ નાયક મામાના હુલામણા નામથી પણ વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રિય રહ્યા છે. તેઓ ગણદેવીની સર સી જે ન્યુ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. એમણે સાહિત્ય ક્ષેત્રે પણ વાર્તા અને કાવ્યો લખ્યા છે. એટલું જ નહીં ખૂબ જ મિલનસાર સ્વભાવના અરુણ મામા ખૂબ જ આનંદી અને યુવાનોમાં ખૂબ જ પ્રિય રહે છે.

આ સિદ્ધિ હાંસલ કરવા બદલ સૌએ એમને અભિનંદન આપી બિરદાવ્યા હતા. અમલસાડ ગણદેવી બીલીમોરા નવસારી ચીખલી તેમજ તેમની હોમ આંતલીયા લાયન્સ ક્લબ અને લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પૂર્વ ગવર્નરો દ્વારા પણ એમનું સંયુક્ત સન્માન થનાર છે. તેઓ હાલમાં 75 વર્ષ પૂર્ણ કરી આગળ વધી રહ્યા છે. ત્યારે સૌએ એમને શુભેચ્છા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...