તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:પ્રાથમિક શિક્ષકોને મતદાનના બીજા દિવસે પણ રજા મળશે

ગણદેવી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાષ્ટ્રીય શૈ.મહા સંઘની રજૂઆતનો પડઘો
 • ફરજમાં મુક્તિ આપી ઓનડ્યુટી ગણાશે

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાતના ચૂંટણી આયોગ ને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. તારીખ 21અને 28 ફેબ્રુઆરી 2021 દરમિયાન નગર, તાલુકા અને જીલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી યોજાવાની છે. જેમાં સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને માસ્ટર ટ્રેનર્સ, ઝોનલ ઓફિસર, પોલિગ ઓફિસર, EVM સિલિગ સ્ટાફ, રિસીવીગ સેન્ટરમાં સામગ્રી એકત્ર કરવી જેવી કામગીરી આપવામાં આવેલ છે. ઉપરોકત કામગીરી કરતા કર્મચારીઓ બે, ત્રણ દિવસ અગાઉથી ચૂંટણી ફરજ પર હોય છે, તથા ચૂંટણીના દિવસે રાત્રે પેટીઓ જમા કરાવવા અને રીસિવીગ સેન્ટર પર અન્ય સામગ્રી જમા કરાવતા રાત્રે ખૂબ મોડું થઇ જતું હોય છે.

બે ત્રણ દિવસનો શારીરિક અને માનસિક થાક પણ લાગતો હોય છે. જેના કારણે ચૂંટણીના બીજા દિવસે શાળામાં ફરજમાં મુક્તિ આપી ઓન ડ્યુટી ગણવામાં આવે એવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગણીને ગુજરાત ચૂંટણી આયોગે માન્ય રાખીને ચૂંટણીના દિવસે તથા પેટા ચૂંટણી સંદર્ભે પણ તેના બીજા દિવસે રજા ગણવામાં આવશે. તેવો પત્ર નિયામક પ્રાથમિક શિક્ષણે લખી માંગણી સંતોષી છે. જેના પગલે નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષકોએ ચૂંટણી આયોગના નિર્ણયને વધાવી લીધો હતો. શિક્ષકોમાં આ નિર્ણયથી ખુશીનો માહોલ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો