તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી શરૂ:ગણદેવી નગરપાલિકાના પ્રમુખપદે પ્રાણલાલ પટેલે કાર્યભાર સંભાળ્યો

ગણદેવી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉપપ્રમુખ સરસ્વતીબેન પટેલે પણ કામગીરી શરૂ કરી

ગણદેવી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તેમજ પક્ષના નેતા વગેરે હોદ્દાઓની જાહેરાત કરાયા બાદ ગુરૂવારે ગણદેવી નગરપાલિકાના પ્રમુખ તરીકે ફરી એકવાર અનુભવી પ્રાણલાલભાઈ પટેલે કાર્યભાર બપોરે 12.39 મિનિટે સંભાળી લીધો હતો. ઉપપ્રમુખ તરીકે સરસ્વતીબેન પટેલે એમનો કાર્યભાર સાથોસાથ સંભાળી લીધો હતો. આ પૂર્વે પ્રમુખ-ઉપપ્રમુખે નગરપાલિકા પગથિયે ઉંમર પૂજન કર્યું હતું અને પાલિકા પ્રવેશ પૂર્વે વંદન કરી બાજુમાં જ આવેલી ગાંધી પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સૌના આશીર્વાદ લઇ તેમનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ અને મહામંત્રી શૈલેષભાઈ શાહ અને અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કારોબારી અધ્યક્ષ તરીકે મુન્નાભાઈ માસ્તર અને પક્ષના નેતા તરીકે ભાવનાબેન નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નિરીક્ષક તરીકે ભૌતિક કંસારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદાય લેતા પ્રમુખ રમણભાઈ ઉર્ફે સોમભાઈ પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઈ અને કારોબારી અધ્યક્ષ ગોપાલભાઈ ગોહિલ સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી. કાર્યભાર સંભાળ્યા બાદ સભાગૃહમાં યોજાયેલા સન્માન સમારોહમાં સન્માનનો પ્રતિભાવ આપતા પાલિકા પ્રમુખ પ્રાણલાલભાઈ પટેલે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને ચરિતાર્થ કરવાની નેમ વ્યક્ત કરી હતી અને આગામી વર્ષોમાં નદી પર નવો પુલ, વડા તળાવનો વિકાસ, નગરની અંદર wifi યોજના, જયુબિલી ગાર્ડન સહિતના વિવિધ વિકાસ કાર્યોને પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. કારોબારી સમિતિના અધ્યક્ષ મુન્નાભાઈ માસ્તરે આભારવિધિ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પીએસઆઇ પરાક્રમસિંહ કછવાહ, ચીફ ઓફિસર નીલકંઠભાઈ, નગર અગ્રણીઓ, વિદાય લેતા કોર્પોરેટરો વગેરેએ ખાસ ઉપસ્થિત રહીને શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો