તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખારેલ હાઈવે પાસે કારમાં દારૂ સાથે ચાલકની અટક, પોલીસે 5.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ગણદેવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નવસારી જિલ્લાના ગણદેવી પોલીસે હાઇવે નં. 48 ઉપર પ્રોહીબીશનના ગુના અટકાવવા માટે પેટ્રોલિંગ દરમ્યાન રૂ.25,600ના વિદેશી દારૂ સાથે નવસારીના એકની અટક કરી હતી. એકને ફરાર જાહેર કર્યો હતો. વધુ તપાસ ગણદેવી પોલીસ કરી રહી છે. નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયે પ્રોહિબીશનના ગુના અટકાવવા માટે દરેક પોલીસ મથકોએ સૂચના આપી હતી. સૂચનાના આધારે ગણદેવીના PSI પરાક્રમસિંહ કછવાહાના માર્ગદર્શન હેઠળ પોલીસકર્મીઓ ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન અહેકો કાંતુભાઈને બાતમી મળી હતી કે દમણથી દારૂ ભરીને કાર (નં. જીજે-15-બીબી-1910) પસાર થનાર છે. પોલીસે બાતમીને પગલે ખારેલ બ્રિજ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા તેનેે રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બાટલી નંગ 32 કિંમત 25,600 મળી આવી હતી.

પોલીસે દારૂ સહિત કાર મળી કુલ રૂ. 5,30,600ના મુદ્દામાલ સાથે ચાલક નીતિન ટેલર (રહે. કબીલપોર, નવસારી)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર મનોહરભાઈ ઉર્ફે મનુભાઈ કંજાણી (રહે. સિંધી કેમ્પ, નવસારી)ને ફરાર જાહેર કર્યો હતો. બનાવની ફરિયાદ ગણદેવી અહેકો મનોજભાઈ બળવંતભાઈએ આપતા પીએસઆઈ પરાક્રમસિંહ કછવાહાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...