તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોનું સન્માન:વેસ્ટમાંથી માછલીઓનો ખોરાક બનાવવા પાયલોટ પ્રોજેક્ટ

ગણદેવીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની 63મી વાર્ષિક સામાન્ય સભામાં સિદ્ધિઓને બિરદાવાઇ

ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લિમિટેડની 63મી વાર્ષિક સામાન્ય સભા મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલની અધ્યક્ષતામાં અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. ઝીણાભાઈ પટેલની ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાન તરીકે મળી હતી. સભાએ હેવાલ અને હિસાબોને સર્વાનુમતે મંજૂરી આપી હતી.

આ વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા અને સૌને આવકારતા પ્રમુખ જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે ગણદેવી તાલુકોએ સહકારી ક્ષેત્રે ગુજરાતનું પારણું છે. ગત વર્ષ દરમિયાન આવેલી આફતો વચ્ચે પણ મંડળીએ જે ઉલ્લેખનીય પ્રગતિ કરી છે એ સૌના સાથ સહકારથી છે, એને લઈને શેરડી પકવતા ખેડૂતોને મંડળ દ્વારા આર્થિક સદ્ધરતા આપવામાં સહાયતા મળી છે. ખેડૂતોને બે પાવડે કરી શક્યા છીએ. તેમણે જણાવ્યું કે અંભેટાનો ડિસ્ટીલરી પ્લાન્ટ જે અંદાજે 20 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો હતો, એ માત્ર પાંચ જ વર્ષમાં આ ખર્ચ વસૂલ કરી શક્યા છે.

ગત વર્ષે સવાસો કરોડ લિટરથી પણ વધુ ઈથનોલ બનાવી શક્યા છે. તેમણે જણાવ્યું કે યુએસએ રજીસ્ટર કંપની મે. મેરીડિયન બાયોટેક, એલએલસી ટેક્સાસ તરફથી મંડળની ડિસ્ટીલરીની પસંદગી કરી, ડિસ્ટીલરીના વેસ્ટ પ્રોડક્ટમાંથી માછલીઓનો ખોરાક બનાવવા પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરી આ અંગેનો પ્રયોગ હાલમાં ચાલુ કર્યો છે. તેમણે પદ્મવિભૂષણ અનિલભાઈ મણીભાઈ નાયક તે ગણદેવી વિભાગનું રત્ન લેખાવી નવસારીમાં નિરાલી કેન્સર હોસ્પિટલના પ્રોજેક્ટ બિરદાવી આવકાર્યો હતો. બીજી તરફ તેમણે જાહેરાત કરી હતી કે નેશનલ ફેડરેશન ઓફ કો.ઓપરેટીવ સુગર ફેકટરી લિમિટેડ દિલ્હી તરફથી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ગણદેવી બેસ્ટ કો.ઓપરેટીવ સુગર ફેકટરીનો એવોર્ડ જાહેર કરાયો છે. ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડ તરફથી સ્વર્ગસ્થ પ્રમોદરાય કનૈયાલાલ દેસાઈ બેસ્ટ ટેકનિકલ પર્ફોમન્સ એવોર્ડ પણ ગણદેવી સુગર ફેકટરીને પ્રદાન થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ગણદેવી સુગર ફેકટરીના ડિરેકટર રણજીતભાઈ પટેલે સન્માન સમારોહનું સંચાલન કર્યું હતું. તેમણે ખેતીને જીવંત બનાવવા ડો. ઝીણાભાઈ પટેલનું સન્માન માટે જયંતિભાઈને વિનંતી કરી હતી અને મેનેજિંગ ડિરેક્ટર બાલાજી ડી. પબસેતવર અને વાઇસ ચેરમેન રતિલાલ પટેલની ઉપસ્થિતિમાં એમનું બહુમાન કરાયું હતું. બહુમાનનો ઉત્તર આપતા તેમણે ગણદેવી સુગર ફેક્ટરીનું ઋણ અદા કરવાની નેમ વ્યક્ત કરી હતી અને ગણદેવી સુગર ફેકટરી સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે ખેતીને જીવંત બનાવવા સુગર ફેકટરીના પાંચ ખેડૂત સભાસદો પ્રકાશભાઈ જીતુભાઈ પટેલ સિણધઇ, મોહમ્મદ ઝુબેર મહંમદ હુસેન શેખ વેસ્મા, કૈલાશબેન પ્રકાશભાઈ પટેલ સિણધઇ, ગીતાબેન રાકેશભાઇ પટેલ વાંઝણા તથા મોહમ્મદ કમાલુદ્દીન પટેલ જોગવડને રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ ગાંધીનગરથી શેરડી ઉત્પાદનમાં વિજેતા બની ઉપરોક્ત સભાસદોએ ગણદેવી સુગર ફેકટરીને ગુજરાતમાં નામ રોશન કરવા બદલ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ચૂંટણી સમિતિના સભ્યોને પણ સન્માનિત કરાયા હતા.

રમેશભાઈ નાયક મંડળની ઉત્પાદન ખર્ચમાં, વહીવટી ખર્ચમાં અને થાપણોમાં થયેલો ઘટાડો તેમજ મોલાસીસ અને ઈથોનોલના વેચાણમાં થયેલા વધારાને આવકાર્યું હતું અને કેન્દ્ર સરકારે નક્કી કરેલા ભાવ કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો નક્કી કરવા બાબતનો એક ખાસ ઠરાવ રજૂ કર્યો હતો જેને સભ્યોએ સર્વાનુમતે પસાર કર્યો હતો. આ ઠરાવ ફેર એન્ડ રેમયુરેટરી પાઇસ એફઆરપી પ્રદાન કરવાનું હતું. અંતમાં આભાર વાઇસ ચેરમેન રતિલાલ પટેલે આટોપી હતી. મંડળના બોર્ડ ઓફ ડિરેકટર્સ વિવિધ ઠરાવ રજૂ કર્યા હતા તેમજ મંડળના કર્મચારીઓ અને અધિકારીઓએ સભાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હોવાનું મંડળના મિતુલભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો