તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામડા જેવું નગર:ગણદેવીમાં તાલુકા મથક કક્ષાનું ST સ્ટેન્ડ જ નહીં, મુસાફરોને લાંબા રૂટની બસો માટે હાઇવે પર જવું પડે છે

ગણદેવી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોટા શહેરો તરફ જતી બસો અંદર આવવાને બદલે બાયપાસ નીકળી જાય છે

ગણદેવી તાલુકાનું મુખ્ય મથક ગણદેવી ગામ છે. અહીંથી રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે. આ રાજ્ય ધોરીમાર્ગ નગરની બહારથી પસાર થાય છે અને આ માર્ગ પરથી પસાર થતી બસો પણ ગણદેવી નગરની બહારથી પસાર થાય છે. જે લાંબા રૂટની હોય છે. જેથી ગણદેવી નગરજનોને આ લાંબા રૂટની બસનો લાભ લેવા માટે, ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રમાં શહેરોમાં જવા માટેની બસમાં બેસવા ગણદેવી નગરની બહાર સતિમાતા કે જલારામ મંદિર ચાર રસ્તે જવું પડે છે.

ખાસ કરીને ગણદેવી નગરની અંદર અને આજુબાજુના ગામોની અંદર વસતા સૌરાષ્ટ્રવાસીઓ અને ઉત્તર ગુજરાતવાસીઓ અને મધ્ય ગુજરાતવાસીઓ માટે આ પ્રશ્ન વર્ષોવર્ષ વિકટ બની રહ્યો છે. ખાસ કરીને જ્યારે મહિલાઓએ અધરાતે મધરાતે લાંબા રૂટની બસ પકડવાની હોય કે લાંબા રૂટની બસમાંથી ઊતરવાનું હોય ત્યારે ગામની અંદર આવવા માટે અંધકારમય રસ્તા પરથી આવવું પડતું હોય છે, જે ખતરારૂપ સાબિત થઈ શકે છે.

જૈનોનું તિર્થધામ પાલીતાણા સૌરાષ્ટ્રમાં આવી છે. ગણદેવીથી પાલીતાણા યાત્રાએ જવાવાળા જૈનો પણ વિશેષ પ્રમાણમાં રહે છે. તો ભાવનગર, રાજકોટ વિસ્તારમાં જવાવાળા સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા પણ વિશેષ રહી છે. તેવી રીતે મહેસાણા, પાલનપુર, ડીસા, પાટણ ઉત્તર ગુજરાતમાં જવા માટે ઉત્તર ગુજરાતવાસીઓની સંખ્યા પણ વિશેષ જોવા મળે છે. હાલમાં જાહેર ચૂંટણીનો સમય આવી રહ્યો છે, ત્યારે ગણદેવી નગરની અંદર બસ ડેપો હોવો જોઈએ તેવી સ્પષ્ટ લાગણી ફરી એકવાર ઉભરી આવી છે, અને એમણે આ માગણી દોહરાવી છે.

ગણદેવી નગરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા-પાટણ વિસ્તારમાં રહેતા અને અત્રે વસતા એવા લોકોએ ગણદેવી નગરની અંદર ડેપો બનવા જોઈએ, જેથી બસ ગણદેવી નગરની અંદર આવે અને આ લાંબા બસ રૂટની સુવિધા સૌને પ્રાપ્ત થાય એવી લાગણી ફરી એકવાર ચૂંટણી ચકરાવો દરમિયાન સાંભળવા મળે છે. જોકે આ માગણી તો છેલ્લા દસ વર્ષથી કરાઈ રહી છે અને ભાજપ તેમજ કોંગ્રેસ તેમના ચૂંટણી ઢંઢેરાની અંદર પણ ગણદેવી નગરને અદ્યતન ડેપો આપવાના વચનો આપી ચૂક્યા છે પરંતુ હજી સુધી આ માગણી સંતોષાઈ નથી. ગણદેવી નગર બહાર અદ્યતન પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી બની ગયા છે તો અદ્યતન બસ ડેપો હવે ક્યારે ? એવો સીધો પ્રશ્ન નાગરિકો પૂછી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો