તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરરાષ્ટ્રિય મહિલા દિન:ગણદેવીના ચાંગાથી આંધ્રપ્રદેશના રાજ્યપાલ સુધી કુમુદબેનની સફર

ગણદેવી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
86 વર્ષના કુમુદબેન કેન્દ્રિય મંત્રી રહીં ચૂક્યાં છે - Divya Bhaskar
86 વર્ષના કુમુદબેન કેન્દ્રિય મંત્રી રહીં ચૂક્યાં છે

કુમુદબેન મણીશંકર જોષીનો જન્મ 1934માં થયો હતો. ગણદેવી-ચાંગામાં જમીન-ખેતી વગેરે સાચવવા માટે આવેલો પરિવાર અહીં જ સ્થાયી થયો હતો. તેઓ નવસારીની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. છોકરાઓને પણ સાઈકલ ભાગ્યે મળતી એ જમાનામાં કુમુદબેન સાઈકલ અને મોટર બાઈક પર ભણવા તથા નોકરી અને સેવાકાર્યો કરવા જતા હતા. તેઓ 26મી નવેમ્બર 1985થી 7 ફેબ્રુઆરી 1990 સુધી આંધ્ર પ્રદેશનાં રાજ્યપાલ તરીકે સેવારત રહ્યા હતા. શારદા મુખરજી બાદ આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનનારા કુમુદબેન દ્વિતીય રાજ્યપાલ હતા.

તેમણે કેન્દ્રિય મંત્રી મંડળમાં સૂચના-પ્રસારણ મંત્રી (1980-82 સુધી) તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી (1982-84 સુધી) તરીકેનો પદભાર સંભાળ્યો હતો. કુમુદબેન ખાદી ગ્રામોદ્યોગના પણ ચેરમેન તરીકે રહ્યા હતા. ત્રણ વાર રાજ્યસભાના સાંસદ બન્યા હતા. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના મહામંત્રી પણ રહી ચૂક્યા હતા. ગણદેવી ચાંગાથી સેન્ટ્રલ હોલ સંસદભવન સુધીની તેમની યાત્રા પ્રેરક છે. તેમણે પોતાનો સંસાર રચ્યો જ નથી.

અન્ય સમાચારો પણ છે...