તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગણદેવી નગરપાલિકા એકશનમાં, બાકી વેરો વસૂલવા 6 મિલકત સીલ

ગણદેવીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખાનગી મિલકતો પર તવાઇ, હવે સરકારી મિલકતોનો વારો

ગણદેવી નગરપાલિકાએ આ વર્ષે વેરા વસૂલાત અભિયાન ખૂબ જ તેજ બનાવી છે. ખાસ કરીને જુના વેરા વસૂલાત માટે નગરપાલિકાએ સખત અને કડક પગલાં લેવામાં આવ્યા છે. શુક્રવારે નગરપાલિકાએ 6 જેટલી મિલકત સીલ કરી હતી અને એના જૂના વેરા વસૂલાત માટે કાયદેસરના કડક પગલા લેતા નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ અભિયાન છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યું છે અને કેટલીક જૂની વસૂલાતો આ અભિયાનના ભાગરૂપે આવી વેરા વસૂલાત થઈ હોવાનું નગરપાલિકા પ્રમુખ રમણભાઈ પટેલ અને ચીફ ઓફિસર નીલકંઠભાઈ તેમજ પાલિકા કર્મચારી શૈલેષભાઈ પટેલ અને જયેશભાઈ વશી અત્રે જણાવ્યું છે.

ગણદેવી નગરપાલિકાએ આજ સુધીમાં 82 ટકા જેટલી વેરા વસૂલી કરી લીધી છે. કેટલીયે જૂની વસૂલાતો પણ આવી રહી છે પરંતુ નગરની ટેલિફોન એક્સચેન્જ, કેટલાક મોબાઇલ ટાવરો તો જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા સહિત જુની મામલતદાર કચેરી અને સરકારી કચેરીના જુના વેરા બાકી હોવાનું જણાવી આ વેરા વસૂલાત માટે પણ નગરપાલિકા કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. કુલ 1.20 કરોડ જેવો વેરા વસૂલ કરવાનો જે લક્ષ્ય છે એ આ વર્ષે સિદ્ધ કરવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી.

વેરા વસૂલ કરવા માટે ભૂતકાળમાં આટલી સફળતા ક્યારે મળી ન હતી. હાલમાં ચાલી રહેલા આ અભિયાન જોતા નગરપાલિકા વેરા વસૂલાતમાં આ વખતે ઉલ્લેખનીય સફળતા મેળવશે એવી આશા પણ જયેશભાઈ વશીએ વ્યક્ત કરી છે. જુના બાકી નીકળતા વેરા વસૂલાત માટે નગરપાલિકાએ એક સપ્તાહથી જપ્તી, મિલકત સીલ કરવી જેવા કડક પગલાનો પ્રારંભ કર્યો અને એની સાથે કેટલાક બાકી નીકળતા ચાર-પાંચ વર્ષના જૂના વેરાની વસૂલાત નગરપાલિકા કરી છે. એ જોતા અભિયાનની સફળતા મળશે એવી આશા પણ શૈલેષભાઈ પટેલ અને અન્ય કર્મચારીઓએ પણ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો