તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે પેઢીથી સેવા:ગણદેવી હિન્દુ સ્મશાન ભૂમિમાં એક જ પરિવાર 70 વર્ષથી અગ્નિદાહ આપવાની સેવામાં જોડાયેલો છે

ગણદેવી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી વલસાડ જિલ્લા ક્ષય નિવારણ મંડળે બાબુભાઇનું વિશેષ સન્માન કર્યું

ગણદેવી હિન્દુ સ્મશાન ભૂમિએ અનેક લીલીસૂકી જોઇ છે. આ હિંદુ સ્મશાન ભૂમિ હાલની અત્યાધુનિક અને સુવિધા સજ્જ પરિસ્થિતિ નિર્માણ કર્યું છે. એક જમાનામાં આ હિંદુ સ્મશાન ભૂમિમાં લાકડા ગોઠવી ચાર લોખંડના થાંભલાઓ ગોઠવી લાકડા સીંચી દેહદાહ દેવાતો હતો. કાચી કે પાકી ભટ્ટી પણ નહોતી. તે જમાનાથી યાને કે અંદાજે 70 વર્ષથી પણ વધુ વર્ષોથી એક જ પરિવારની બે પેઢીના સભ્યો દેહદાહની સેવાઓ આપી છે.

આજે હિન્દુ સ્મશાન ભૂમિ પર અનેક સુવિધાઓ સજ્જ જ કરવામાં આવી છે ત્યારે પણ એજ પરિવારના સદસ્યો અગ્નિદાહની સેવાઓ આપવાની કામગીરી કરી રહ્યા છે. આ ઉમદા સેવા કાર્ય થકી હાલમાં કોરોના સમય દરમિયાન પણ આ પરિવારના બાબુભાઈ મોરારભાઈ પટેલ કે જે છેલ્લા 32 વર્ષથી આજ હિન્દુ સ્મશાન ભૂમિ પર દેહદાહ આપવાનું પવિત્ર કાર્ય કરી તેમની ફરજ અદા કરી રહ્યા છે.

એમના પિતા મોરારભાઈ પટેલ પણ 42 વર્ષ આવી જ ઉમદા સેવાઓ આપી તેમનું જીવન ધન્ય કરી ગયા હતા. બાબુભાઈ મોરારભાઈ પટેલે એમના યુવાની કાળથી આ સેવાનો પ્રારંભ કર્યો હતો અને છેલ્લા 32 વર્ષોથી તેઓ સતત આ સેવા નિભાવી રહ્યા છે. હાલ કોરોના દરમિયાન પણ એમણે આપેલ ઉંમદા સેવા કાર્યોને બિરદાવી નવસારી વલસાડ જિલ્લા ક્ષય નિવારણ મંડળ દ્વારા એમનું સન્માન કરી એક વિશેષ કાર્યક્રમ ગણદેવી રામજી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. પરંતુ એજ સમયે સ્મશાન ભૂમિ પર અગ્નિદાહ માટે દેહ આવતા તેઓ તુરંત તેમની ફરજ પર ચાલી ગયા હતા અને સન્માન સ્વીકારી શક્યા ન હતા.

બીજે દિવસે મંડળના હોદ્દેદારોએ હિન્દુ સ્મશાન ભૂમિ પર જઈ એમને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરી નગરની ઉમદા ભાવનાઓને વ્યક્ત કરતા બાબુભાઈ ગદગદ થઇ ગયા હતા અને સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું ત્યારે પણ અગ્નિદાહ આપવાની પ્રવૃત્તિમાં પટેલ પરિવારના સભ્યો જોડાયેલા રહી સેવાની સુવાસ ફેલાવતા રહ્યા હતા. ધીમેધીમે કેસ ઘટતા સરકારી તંત્ર સહિત સામાજિક આગેવાનોએ તેમના કાર્યની નોંધ લીધી હતી અને તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત કર્યા હતા. નવસારી વલસાડ જિલ્લા ક્ષય નિવારણ મંડળનો બાબુભાઇએ લાગણીસભર આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...