તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનને નવી દિશા મળી:દીકરીના ફોનથી હ્રદય દ્રવી ઉઠ્યું, ગણદેવીની તમામ હોસ્પિટલના દર્દીઓને નાળિયેરનું પાણી પીવડાવ્યું

ગણદેવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંથકમાં ચાર પેઢીથી ફૂલની સુગંધ પ્રસરાવનારે માનવતાની મહેક પ્રસરાવી

ગણદેવી પંથકમાં ફૂલોની સુગંધ પ્રસરાવનર માળી પિતા પર સુરતમાં રહેતી દીકરીનો ફોને આવે છે, એમાં દીકરીએ સુરતમાં નાળિયેર-તરોપાની શહેરમાં ખેંચ રહેતી હોય ભાવો આસમાને પહોંચ્યા છે એવું જણાવતા પિતા રાજુભાઇ માળીમાં રહેલી માનવતા મહેકી ઊઠી હતી. તેમણે ગણદેવીની તમામ હોસ્પિટલના દર્દીને હાલમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ કે જ્યારે અત્રે પણ નાળિયેર-તરોપાની ખેંચ રહેતી હોવા છતાં કોઈપણ સંજોગોમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે તરોપાની વ્યવસ્થા કરી હતી. તેમણે ગણદેવીની સરકારી હોસ્પિટલમાં, દમણિયા હોસ્પિટલમાં અને સ્વસ્તિક હોસ્પિટલમાં તમામ દર્દીઓને 160થી પણ વધુ નાળિયેર-તરોપાનું વિનામૂલ્યે વિતરણ કરી માનવતા મહેકાવી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતું.

રાજુભાઇ માળી આ પંથકમાં ફૂલોની સુગંધ પ્રસરાવનાર એમની ચોથી પેઢી છે. એમના વડવાઓ પણ ખૂબ જ સેવાભાવનાથી જીવન મહેકાવી પંથકમાં આગવા હતા. એ વારસો આ પરિવારે પણ જાળવ્યો છે. રાજુભાઈ માળી સાથે કૃણાલભાઈ, સોશિયલ ગ્રુપના નિલેશભાઈ શર્મા, રિતેશભાઈ પટેલ, વિશાલભાઈ મિસ્ત્રી વગેરે પણ વિતરણ કરવામાં સહાયક થયા હતા. દીકરીના ફોનથી જીવનને નવી દિશા મળી હોય તેમ રાજુભાઇએ પોતાના સાથી મિત્રો સાથે સેવાનું બીડુ ઝડપી લીધુ છે અને બુધવારે ગણદેવી નગરપાલિકાના સ્ટાફને પણ તેમના તરફથી તરોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તેઓએ નગરપાલિકાના સફાઈ કામદારો સહિત કર્મચારીઓ બાદ હવે આગામી દિવસોમાં પોલીસ કર્મીઓ કે જેઓએ કોરોના કાળમાં સેવા માટે તત્પર છે એ સૌને આજના દિવસની જેમ નાળિયેરના પાણીનું વિનામૂલ્યે વિતરણ કરવાની નેમ વ્યક્ત કરી છે, જે ઉમદા અનુકરણીય છે. જિલ્લામાં અનેક સેવાકીય સંસ્થાઓ હાલ આવી ઉમદી સેવા કરી રહી હોય કોરોના મહામારીમાં અનેક લોકો માટે આવા મુકસેવકો આશિર્વાદરૂપ નિવડ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...