સુવર્ણ જયંતી:હાથીયાવાડી હરિ વિજય ભજન મંડળ 50મું વર્ષ ઉજવશે

ગણદેવી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી તાલુકાના અજરાઇ ગામ ના હાથિયાવાડીમાં 20મી નવેમ્બર 1971ના રોજ સ્થપાયેલ હરી વિજય ભજન મંડળ તેની સ્થાપનાનાં 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું હોય ઉજવણી નિમિત્તે કેટલાક વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું હોવાનું આયોજકો દ્વારા અત્રે જણાવવામાં આવ્યું છે.

આ મંડળની સ્થાપનાના મૂળભૂત હેતુમાં ભજન સત્સંગ સાથે લોકસેવા અને લોકસંપર્ક અને લોકોના ઉત્થાનના મુખ્ય સૂત્ર રહેલા હોવાનું પણ સ્થાપક સભ્યોમાં એક એવા મહેશભાઈ જોગીભાઈ પટેલે વાતચીતમાં જણાવ્યું છે. આ મંડળ સમગ્ર જિલ્લાની ભજન સત્સંગ સાથે સેવાની સુવાસ ફેલાવી 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું હોય 20મી નવેમ્બર શનિવારે મંડળના સ્થાપક સભ્યો અને અન્યનો સન્માન અને મિલન સમારોહનું આયોજન હાથિયાવાડીમાં કરાઈ રહ્યાનું પણ તેમણે જણાવ્યું હતું. રણજીતભાઈ, રાજુભાઈ, ભરતભાઈ અને અન્યો પણ આ મંડળને ધમધમતુ રાખનારાઓ પૈકીના રહ્યા છે. આ મંડળના સ્થાપનાનો ઇતિહાસ આમ તો 70 વર્ષથી પણ પુરાણો રહ્યો છે. આ બાબતે અજરાઇ, હાથીયાવાડી, સામરાવાડી વિસ્તારના વડીલોને સાથેની ચર્ચામાં મૂળભૂત રીતે આ મંડળ આમ તો છૂટું છવાયું 70 -72 વર્ષ અગાઉ ચાલી જ રહ્યું હોવાનુ ચર્ચામાં જાણવા મળ્યું છે પરંતુ વિધિવત્ સ્થાપના 1971માં કરાઈ હોવાનું પણ સામરાવાડી અને મહેશભાઈ જોગીભાઈ પટેલે સમર્થન આપ્યું હતું. સ્થાપનાના 50 વર્ષની ઉજવણીની સાથે હરી વિજય ભજન મંડળ સમાજ સામે એક દાખલો બેસાડવાની નેમ ધરાવે છે અને સેવાની સુવાસ સાથે ગરીબોને આરોગ્યલક્ષી અને આર્થિક સદ્ધરતા સાથે ભણતરનો અભિગમ અનુકરણીય પણ મહેશભાઈએ જણાવ્યું હતું. આ મૂળભૂત મંડળના સ્થાપકોમાં ડાહ્યાભાઈ જોગીભાઈ પટેલ, ઝીણાભાઈ મનોજભાઈ પટેલ, જોગીભાઈ ઝીણાભાઈ પટેલ, હિરાલાલ દુર્લભભાઈ પટેલ, ગાંડાભાઈ નાથુભાઈ પટેલ સહિત અન્ય વડીલો કે જેઓ હાલમાં જીવિત નથી તેઓ પણ મૂળભૂત પાયામાં હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સમગ્ર ટીમ 70-72 વર્ષ પહેલા ભજન સત્સંગ અને સેવાક્ષેત્રે એ જમાનામાં કાઠીયાવાડીમાંથી સક્રિય રહી ઉનાઇ માતાના પૂનમના મેળાની અંત પૂર્વ રાત્રિએ યોજાતી ભજન સ્પર્ધામાં પણ અત્રેથી જતી અને અવલંબન મેળવતી ત્યાં સમગ્ર જિલ્લામાંથી આવતી ભજન મંડળીઓમાં આગવું સ્થાન બે દાયકા સુધી જાળવી રાખ્યું હતું. ગણદેવી તાલુકાના પાથરી, વડસાંગળ,દેવસર, નાંદરખા ગામો ની ટીમો પણ ભજન સત્સંગ ક્ષેત્રે આ ગાળા દરમિયાન સક્રિય હતી એવું પણ તેમણે જણાવ્યું હતું. આનંદ અને ઉત્સાહભેર ઉજવણી માટેની તૈયારીઓ આ ગામવાસીઓ કરી રહ્યા છે.

સમગ્ર જિલ્લામાં બે દાયકાથી આગવું સ્થાન
આ સમગ્ર ટીમ 70-72 વર્ષ પહેલા ભજન સત્સંગ અને સેવાક્ષેત્રે એ જમાનામાં કાઠીયાવાડીમાંથી સક્રિય રહી ઉનાઇ માતાના પૂનમના મેળાની અંત પૂર્વ રાત્રિએ યોજાતી ભજન સ્પર્ધામાં પણ અત્રેથી જતી અને અવલંબન મેળવતી ત્યાં સમગ્ર જિલ્લામાંથી આવતી ભજન મંડળીઓમાં આગવું સ્થાન બે દાયકા સુધી જાળવી રાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...