વિશેષ કાર્યક્રમ:ગુરૂપૂર્ણિમાએ ખેરગામના વૃદ્ધાશ્રમને કેલિફોર્નિયાથી સહાય, વડીલોની વંદના

ગણદેવી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10 લાખની સહાય મળતા વૃદ્ધોની પોકેટમની ડબલ કરી આશીર્વાદ લીધા

ગુરુપૂર્ણિમા નિમિત્તે આમ તો વિશેષ કાર્યક્રમનું આયોજન વર્ષો વરસ થતું હોય છે, પરંતુ હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને ખેરગામ વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે રહી વૃદ્ધાશ્રમના ચેરમેન અને ટ્રસ્ટીએ  દરેક વૃદ્ધોને રૂપિયા 1000 પોકેટ ખર્ચ પેટે આપી અનેરી ઉજવણી કરી હતી. વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તરફથી તો રૂપિયા 500 જ આપવાનો નિર્ણય થયો હતો, પરંતુ દિવ્ય ભાસ્કરે આ અંગે પ્રસિદ્ધ કરેલા અહેવાલ બાદ કેલિફોર્નિયા સ્થિત ખત્રી ભાઈઓ તરફથી ખેરગામ વૃદ્ધાશ્રમ માટે સૌપ્રથમ સહાય મળી હતી.

રૂપિયા 10 લાખ જેવી માતબર રકમ આજ પરમાર દંપતી દ્વારા અગાઉ આજ વૃદ્ધાશ્રમને બાંધકામ માટે અપાઇ હતી

ધનસુખભાઈ આનેવાલા, નિતીનભાઈ સોલંકી, પ્રમોદભાઈ કાપડિયા તથા ગુણવંતલાલ રાનવેરિયા બંધુઓ, યોગેશભાઈ પ્રકાશભાઈ ભાવેશભાઈ તરફથી આર્થિક સદ્ધરતા બક્ષવામાં આવી હતી. કેલિફોર્નિયામાં રહેતા  હર્ષિદાબેન અને હરેશભાઈ વિઠ્ઠલભાઈ પરમાર તમામ વૃદ્ધોને રૂપિયા 1000  પોકેટ મની તરીકે મળે તે માટે તાત્કાલિક બેંક ખાતામાં રૂપિયા જમા કરાવતા રવિવારે  વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધો, કર્મચારીઓને ગુરુપૂર્ણિમા દિને  રોકડ ચૂકવાતા સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો. વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના ચેરમેન ચીખલીના ધર્મેશભાઈ કાપડિયા, ભરતભાઈ કાપડિયા, રમેશભાઈ દેસાઈ અને રાજેશભાઈ ખત્રી ઉપસ્થિત રહી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી વહેંચણી કરી હતી. રૂપિયા 10 લાખ જેવી માતબર રકમ આજ પરમાર દંપતી દ્વારા અગાઉ આજ વૃદ્ધાશ્રમને બાંધકામ માટે અપાઇ હતી. નવસારીના મૂળ વતની એવા ઓસ્ટ્રેલિયા નિવાસી રણજીતભાઈ ભૂખણદાસ સોલંકી તરફથી પણ આ કાર્ય માટે સખાવત કરી છે. જેથી હવે ગણદેવી વૃધ્ધાશ્રમના વૃધ્ધોને કોરોના સમય દરમિયાન પણ ભલે મુલાકાતીઓ નહીં આવી શકે એમની સામાન્ય જરૂરિયાતો  દાતાઓ તરફથી જ મળી રહેશે.

ચેરમેન ધર્મેશભાઈ કાપડિયા અને મેનેજર હેમંત ભાઈ સોલંકી અત્રે જણાવ્યું હતું કે, વૃદ્ધાશ્રમ હોલમાં મુલાકાતીઓને આવવા દેવામાં આવતા નથી, અને કોરોના નિયમો ખૂબ જ ચુસ્ત પ્રમાણે પાડવામાં આવી રહ્યા છે. જેથી આ વૃદ્ધોને છેલ્લા બે-ત્રણ મહિનાથી પોકેટ મનીની જરૂરિયાતો જણાતા ટ્રસ્ટ દ્વારા રૂપિયા 500 પોકેટ મની આપવાના કરાયેલા નિર્ણયના પ્રત્યાઘાતી દાનો  વિદેશોમાંથી મળતા આનંદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...