મુલાકાત:ગુજરાતી ફિલ્મી કલાકારે માદરે વતન તોરણગામની મુલાકાત લીધી

ગણદેવી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

જેમણે ગુજરાતી ફિલ્મને એક અનોખી ઓળખ આપી છે, 150થી પણ વધારે ફિલ્મમાં જેમણે અભિનય આપ્યો છે અને 110થી પણ વધારે ફિલ્મો હિટ, સુપર હિટ ગઈ છે એવા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેનકુમાર તેમના પિતાના જન્મસ્થળ માદરે વતન ગણદેવી તાલુકાના તોરણગામમાં એમના પરિવાર સાથે સૌ પ્રથમવાર આવતા ગ્રામજનોએ ઉમળકાભેર અને પ્રેમપૂર્વક વધાવી લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ધૂંઆધાર એક નવી જ ભાત પાડનારી ફિલ્મ છે.

તેઓ પરિવાર સાથે તેમના માદરે વતન પધારતા આગેવાનોએ પ્રેમપૂર્વક વધાવ્યા હતા. તેમના ધર્મપત્ની, બહેન-બનેવી પણ એમની સાથે જનની જન્મભૂમિ પર આવ્યા હતા. તેમના પિતાની આ જન્મભૂમિ છે અને તેઓ અત્રે પ્રાથમિક શાળામાં ભણ્યા હતા અને ભૂતકાળના પ્રસંગોને વાગોળ્યા હતા. તેઓ આગામી દિવસોમાં સેવાકાર્યો માદરે વતનમાં પણ કરવાની નેમ ધરાવતા હોવાનું જણાવ્યું હતું. હિતેન કુમારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. શિલ્પકાર જયંતિભાઈ નાયકે તેમણે એમણે બનાવેલ ચિત્ર અર્પણ કર્યા હતા. વિરલભાઇ નાયક પરિવારને પણ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...