નિશાની માટે જીવન સમર્પિત:માતા-પિતા ગુમાવ્યા બાદ દાદી ‘નૈતિક’ની માતા બની

ગણદેવી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
નૈતિક - Divya Bhaskar
નૈતિક

ગણદેવીના ગોયંદી-ભાઠલા ગામના અનિલભાઇ પટેલ અને હિનાબેન પટેલનું મૃત્યુ કાળ બનીને આવેલા કોરોનાને કારણે થયું છે. તેમને નૈતિક (ઉ.વ.11) નામનો એકનો એક પુત્ર છે. નૈતિકના માતા-પિતાના અવસાન બાદ તે પોતાના દાદા-દાદી સાથે રહીને જીવન ગુજાર કરી રહ્યો છે. તેની ફુઇ અનાજ અને જીવન-જરૂરી ચીજવસ્તુ પહોંચાડીને આધાર આપી રહી છે.

આવકનો કોઇ સ્ત્રોત ન હોવાને કારણે શાળામાં ફી માફી માટે અરજી કરી છે. જેથી કરીને નૈતિક પોતાનો આગળનો અભ્યાસ કરી શકે. ઉંમર નાની હોવાને કારણે દાદા-દાદીની હુંફ અને પ્રેમના સહારે જીવન પસાર કરી રહ્યો છે. દાદીએ જે રીતે પોતોના પુત્ર અનિલનું લાલન પોષણ અને મમતાથી ઉછેર કરી મોટો કર્યો હતો એ રીતે જ હવે પોતોના પૌત્ર નૈતિકનો ઉછેર કરી રહી છે. પુત્ર અને પુત્રવધુના નિધન બાદ હવે તેમના એક માત્ર નિશાની રૂપ નૈતિક માટે જીવન સમર્પિત કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...