તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:ગણદેવી તાલુકા પંચાયતનું રૂ.108.65 કરોડનું બજેટ સર્વાનુમત્તે મંજૂર

ગણદેવીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પદે અનિલ રાઠોડ

ગણદેવી તાલુકા પંચાયતની બીજી સામાન્ય સભા પ્રમુખ ભરતભાઇ પટેલની અધ્યક્ષતામાં મળતા વર્ષ 2021નું વાર્ષિક અંદાજપત્ર તથા વર્ષ 2020- 21નું સુધારેલું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 1,08,64,68,054નુ બજેટમાં રૂપિયા 36,41,57,054ની પુરાત દર્શાવવામાં આવી હતી. તેમણે તાલુકા પંચાયતની સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા બાળ વિકાસ, આરોગ્ય ખેતીવાડી, પશુપાલન, જાહેર બાંધકામ જેવા તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસની જોગવાઈઓને પ્રાધાન્ય આપ્યું હતું.

આ અંદાજપત્રમાં સ્વભંડોળની આવક રૂ 1,76,80,000 અંદાજવામાં આવી હતી.જે ઉઘડતી સિલક સાથે રૂ 6,43,31,961 થશે. સ્વકિય ભંડોળનો ખર્ચ રૂપિયા 1,58,92,000 અંદાજવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ તથા બાળ વિકાસ ક્ષેત્રે રૂપિયા 5,60,000 સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ 8,50,000 બાંધકામ ક્ષેત્રે રૂ. 64,65,000 રૂપિયા ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. આગામી વર્ષમાં મળનાર સરકારી અનુદાન આયોજન મંડળના સભ્યો ધારાસભ્યો જિલ્લા પંચાયત સદસ્ય અનુ તેમજ તાલુકા ટીમના સંયુક્ત પ્રયત્નો થકી તાલુકાનો સમતોલ વિકાસ થાય તે રીતે ખર્ચનું આયોજન કરાયું હોવાનું પ્રમુખે સભાને જણાવ્યું હતું. અંદાજપત્ર અને ઉમળકાભેર વધાવી સર્વાનુમતે મંજૂર કરાયું હતું.

બજેટ સભામાં પ્રમુખ ભરતભાઇ પટેલ, ઉપપ્રમુખ જીજ્ઞાબેન વૈદ્ય, વિનોદભાઈ પટેલ, તેજલ મિસ્ત્રી, ગીતા પટેલ, ધીરેન પટેલ, વિપક્ષના સભ્ય ચંદ્રકાંત પટેલ, તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ પટેલ, બજેટ તૈયાર કરનાર નાયબ હિસાબનીશ ભાવેશકુમાર ગાંધી, વી. જી.ટેલર તથા તાલુકા પંચાયતના અધિકારી કર્મચારી ગણ તાલુકા પંચાયતના નવનિયુક્ત સભ્યો હાજર રહ્યા હતા. કારોબારી અધ્યક્ષ પદે ભુપેન્દ્રભાઈ પટેલ, તેમજ ન્યાય સમિતિના અધ્યક્ષ પદે અનિલભાઈ રાઠોડ કે જેઓ ખાપરીયાના છે. તેમની વરણીની પણ જાહેરાત કરાઇ હતી અને આ વરણીને બહાલી પણ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો