તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીના સ્તર ઉપર લાવવાનો પ્રયાસ:ગણદેવીના 35 જાહેર કૂવાને રીપેર કરી વરસાદી પાણીથી ભૂસ્તરને રિચાર્જ કરાશે

ગણદેવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીના સ્તર નીચે ઉતરી રહ્યાં છે ત્યારે પુન: ઉપર લાવવાનો પ્રયાસ

હાલમાં જ્યારે પાણીના ભૂસ્તર નીચે જઈ રહ્યા છે અને બીજી તરફ વરસાદી પાણી બેફામ રીતે નદીઓ નારાઓ દ્વારા ફરી પાછુ દરિયામાં વહી જાય છ ત્યારે ગણદેવી પાલિકાએ વરસાદી પાણીનો સદુપયોગ કરી ગણદેવી નગરમાં આવેલ 35 જેટલા જાહેર કૂવાઓને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે અને ચર્ચિત કૂવાઓને રીપેર કરી સજ્જ કરવા માટેનો એક આગવો અનુકરણીય અભિયાનનો પ્રારંભ કર્યો છે. કુવાની આજુબાજુમાં આવેલ ઘરોના છાપરા ઉપરથી પાણી સીધા પાઈપ મૂકીને કુવાની અંદર ઉતારવામાં આવનાર હોવાનું ગણદેવી નગરપાલિકાના પ્રમુખ પ્રાણલાલ પટેલ, ઉપપ્રમુખ સરસ્વતીબેન અને કારોબારી સમિતિના અધ્યક્ષ કેયુરભાઈ વશી તેમજ ઓફિસર નીલકંઠભાઈ અણગઢ અત્રે જણાવ્યું છે.

જોકે વરસાદના પાણીથી ઘરની અંદર આ રીતે નગરની અંદર બોર્ડ તેમજ ખાનગી કૂવાઓને રીપેર કરવા માટે રિચાર્જ કરવા માટેનું વિશિષ્ટ પ્રયોગ કેટલાક જાગૃત નાગરિકો કરી ચુક્યા છે અને ગણદેવી નગરમાં કેટલાક વિસ્તારોની અંદર આ રીતે ખાનગી કુવાઓ અને બોર્ડની અંદર વરસાદી પાણી પાઇપ દ્વારા ઉતારી ભૂસ્તરીય જળને ઉપર લાવવાનો અને આજુબાજુના બે કિલોમીટરની અંદર એની વ્યાપક હકારાત્મક અસરો થતી હોવાનો અનુભવ નાગરિકોએ થયો હોવાનું જણાવ્યું હતું. આ અનુભવને ધ્યાનમાં લઇ અને જાહેરમાં નગરના હિતમાં કઈ રીતે લાવી શકાય એ હેતુને ધ્યાનમાં લઇ ગણદેવી નગરપાલિકા દ્વારા ગણદેવી નગરના 35થી પણ વધારે જાહેર કૂવાઓ કે જે હાલમાં છેલ્લા બે દાયકાથી જર્જરિત અવસ્થામાં અને અવાવરૂ પડ્યા હોય ટાઇલ્સ નાખી સ્વચ્છ કરી, સજ્જ કરી કૂવાને ઉપયોગમાં લેવામાં આવશે. આ માટેનો એક આગવો અભિયાન કાર્યક્રમ પ્રારંભ ટૂંક સમયમાં જ થનાર હોવાનું ગણદેવી નગર પાલિકાના સત્તાધીશોએ જણાવ્યું છે.\n\n\n બોક્ષ - ગણદેવી નગરના ગોલવાડમાં આવેલ જસદણ કૂવાને જર્જરિત કૂવાને ટાઇલ્સ લગાવી તેની ઉપર સ્ટીલની રેલીંગ લગાવી તેની બાજુમાં આવેલ ઘરોના છાપરાના વરસાદી પાણી એકવારની અંદર પાડવામાં આવી રહ્યા છે. આ સમગ્ર કાર્ય ગોલવાડમાં લોક ભાગીદારીથી સંપૂર્ણપણે કરવામાં આવ્યું છે, જે અનુકરણીય છે. ગણદેવી નગરના અન્ય મહિલાઓની અંદર પણ વરસાદી પાણીથી જમીનનું ભૂસ્તર ઉપર લગાવવાનું કાર્ય લોકભાગીદારીથી સ્વયંભૂ નગરજનો કરીને અનુકરણીય કાર્ય કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...