તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવી સુગર ફેકટરી:ગણદેવી સુગરે સતત 15માં વર્ષે સમગ્ર ગુજરાતમાં સૌથી ઉંચો ભાવ 3221 પાડ્યો

ગણદેવી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગત વર્ષે શેરડીના 1 ટનના રૂ. 3611 પાડ્યા હતા, તેની સામે ચાલુ વર્ષે રૂ. 390 ઓછા

ગણદેવી સુગર ફેકટરીની બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠક જયંતિભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં ફાયનાન્સ મેનેજરે ગત વર્ષની આંકડાકીય પરિસ્થિતિ રજૂ કરતા શેરડીના એક ટનના નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી મહિનામાં પિલાણ માટે આવેલી શેરડીના એક ટને રૂ. 2921 ઠરાવાયા હતા, જે ગત વર્ષની સરખામણીએ રૂપિયા 390 જેટલા ઓછા છે. ગત વર્ષે નવેમ્બર ડિસેમ્બર, જાન્યુઆરીમાં પિલાણ થયેલી શેરડીના ભાવ એક ટનના રૂપિયા 3311 પડ્યા હતા. આ બેઠકમાં વાઇસ ચેરમેન રતિલાલ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર બાલાજી અને અન્ય ડિરેક્ટરે પણ ચર્ચામાં ભાગ લઈ ભાવો નક્કી કરવા સૂચનો કર્યા હતા.

શેરડીના ભાવ નીચા જવા પાછળ ગત વર્ષની સરખામણીએ રિકવરી ઓછી થઈ એ મહત્વનું કારણ છે. ઉપરાંત ખાંડનું બજાર નીચું રહેવા સાથે બગાસનો ગત વર્ષે ટને જે ભાવ મળ્યો હતો તે ભાવ પણ નીચા ગયા છે. પડતર કિંમત પ્રમાણમાં ઊચી ગઈ છે. જોકે ગણદેવી સુગર ફેકટરી વિવિધ ખર્ચ ઘટાડવાનું અને ઈથેનોલ સહિત ઉત્પાદન વધારવા જે પ્રયત્ન કર્યો એને લઈને આ ભાવ આપી શકાયા હોવાનું ચેરમેન જયંતિભાઈએ જણાવ્યું હતું. ગણદેવી સુગર ફેકટરીના ભાવ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતાં સૌથી વધુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

છેલ્લા 15 વર્ષથી ગણદેવી સુગર ફેકટરી ગુજરાતમાં સૌથી વધુ ભાવ આપનારી સુગર ફેકટરી છે. ગણદેવી સુગર ફેકટરીએ આ વર્ષે શેરડીનુ રોપાણ વધુ છે તેને આવકારી ખેડુતોની આશા શકય એટલી પરિપૂર્ણ કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી. શનિવારે મળેલી બોર્ડ ઓફ ડિરેકટર્સની મિટીંગમાં શેરડીના જે ભાવો નક્કી થયા છે, તેમાં નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આવેલી શેરડીના ટને રૂ. 2921 ચૂકવાશે, જ્યારે ફેબ્રુઆરીમાં આવેલ શેરડી 3021 ચૂકવાશે, માર્ચમાં આવેલી શેરડીના 3121, જ્યારે એપ્રિલમાં આવેલ શેરડીના 3221 ચૂકવનાર હોવાનું જણાવ્યું હતું.

વર્ષ 2019-20 એટલે કે ગત વર્ષે એપ્રિલ મહિનામાં પિલાણ માટે આવેલી શેરડીના રૂ. 3611 ભાવ ચૂકવાયા હતા. ફરજીયાત બચત રૂપિયા 1 નક્કી કરવામા આવી છે, જે ગત વર્ષે રૂ. 5 હતી. કાપણી વાહતૂક યથાવત ગત 525 રૂપિયા જ રખાયો છે. ફાયનાન્સ મેનેજર વિમલભાઈ લાડ અને નીતિનભાઈ મહેતાએ બોર્ડને ગત વર્ષની ખાંડની પરિસ્થિતિ રજૂ કરી હતી. જેને આધારે બોર્ડે ચર્ચા વિચારણા કરી શેરડીના ભાવ નક્કી કર્યા હતા.

શેરડીનો પાક લેતા ખેડૂતોની જીવાદોરી સમાન હોય ત્યારે શેરડીનો પાક સુગર ફેકટરીમાં નાંખ્યા બાદ ઊંચા ભાવની આશા રાખતાં ખેડૂતો હોય છે ખેડૂતોએ આ અંગે પ્રત્યાઘાતો આપતા એકંદરે આનંદ વ્યક્ત કર્યો હતો અને હાલના કપરા કાળમાં પણ ગણદેવી સુગર ફેકટરી રાજ્યની અંદર સર્વશ્રેષ્ઠ રહી ખેડૂતોને પ્રોત્સાહક ભાવો આપ્યા હોવાનું ગણદેવી સુગરના સભાસદો-ખેડૂતોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો