તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:ગણદેવીમાં 100 ટકા રસીકરણ થવું જોઈએ : ધારાસભ્ય

ગણદેવી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી શહેર ભાજપ મંડળની અગત્યની શનિવારે સાંજે મળેલી મિટિંગમાં ધારાસભ્ય નરેશભાઇ પટેલે બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે ગણદેવી નગરને નયનરમ્ય અને વિકસિત બનાવવું છે. ગણદેવી શહેર ભાજપના તમામ સભ્યો અને હોદેદારો તેમજ ગણદેવી નગરપાલિકાના તમામ હોદ્દેદારોએ પ્રજાલક્ષી કામો પર વિશેષ ધ્યાન આપવું આવશ્યક હોવાનું જણાવ્યું હતું.

તેમણે ગણદેવી નગરમાં 100 ટકા રસીકરણ ટકા થાય તે માટે તમામ વોર્ડની અંદરના કોર્પોરેટર તેમજ ગણદેવી શહેરના મંડળના તમામ મોરચા અને સેલા પ્રમુખ-ઉપપ્રમુખ અને તમામ સભ્યોએ ઘરે-ઘરે ફરી ઝડપથી રસીકરણ કરાવે જેથી આવનાર દિવસોમાં ગણદેવી નગરને બચાવી શકીએ. આ પ્રસંગે બેઠકનો પ્રારંભ ગણદેવી શહેર ભાજપના પ્રમુખ રાજુભાઇ પટેલ સૌને આવકાર્યા હતા.

ધારાસભ્ય નરેશભાઇ પટેલ, ગણદેવી શહેરના ઈનચાર્જ કીર્તિભાઇ મિસ્ત્રીને ખેસ અર્પણ કરી સન્માન કર્યું હતું. કિર્તીભાઈ સૌ કાર્યકરોને નગરના હિતમાં કામે લાગી જવા અપીલ કરી હતી. ગણદેવી નગરપાલિકાના પ્રમુખ પ્રાણલાલ પટેલ, ઉપપ્રમુખ સરસ્વતીબેન તેમજ કારોબારી સમિતિના અધ્યક્ષ કેયુરભાઈ વશી તેમજ જિલ્લાના વિવિધ સંગઠનોના હોદ્દેદારો, ગણદેવી શહેરના વિવિધ મોરચા અને શહેરના પ્રમુખ-ઉપપ્રમુખ અને મહામંત્રીઓ સહિત તમામ કાઉન્સિલર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...