તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવી પીપલ્સ બેંક:ગણદેવી પીપલ્સ બેંકે વર્ષ 2020-21માં 276.83 લાખનો નફો કર્યો

ગણદેવી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

હાલમાં કોરોનાને લઈને ચાલી રહેલી આર્થિક વિસંગતતા અને મુશ્કેલી વચ્ચે પણ ગણદેવી પીપલ્સ બેંકે તેની પ્રગતિ જારી રાખી હોવાનું બેંક સત્તાધિશોએ 31મી માર્ચ 2021 એ પૂરા થયેલા હિસાબી વર્ષના બેંકના પરિણામો દર્શાવતા જણાવ્યું હતું. બેંકે નફામાં, ધિરાણમાં, ડિપોઝિટમાં, અને અન્ય તમામ ક્ષેત્રે પ્રગતિ જારી રાખી હોવાનું જણાવી આનંદ વ્યક્ત કર્યો હતો. સૌથી અગત્યનું ઉલ્લેખનીય પાસું હોય તો તે સામાન્ય માનવી સુધી પહોંચીને આ પ્રગતિ જારી રાખી છે.ગત હિસાબી વર્ષ દરમિયાન આત્મનિર્ભર યોજના અંતર્ગત કુલ 1,105 લાભાર્થીઓને 22 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

બીજી તરફ બેંક પર્યાવરણ બચાવવાની ઝૂંબેશના ભાગરૂપે ટીન સોલાર રૂફ ટોપ લોનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આગામી હિસાબી વર્ષમાં પણ આ પ્રગતિ જારી રાખવાના પ્રયત્ન કરાનાર હોવાનું બેંકના ચેરમેન ગોપાલભાઈ ગોહિલ, વાઇસ ચેરમેન ચિંતનભાઈ શાહ, સેક્રેટરી શૈલેષભાઈ શાહ, જનરલ મેનેજર હિમાંશુભાઈ વૈદ્ય અને ચીફ એકાઉન્ટન્ટ મહેન્દ્રભાઈ ટેલર સહિત બેંકના ડિરેકટરોએ જણાવ્યું હતું. વર્ષ 2019-20માં બેંકે રૂ. 244.96 લાખનો નફો કર્યો હતો, જે વર્ષ 2020-21મા વધી 276.83 લાખ થયો છે.

એવીજ રીતે થાપણો વર્ષ 2019-20મા 16448.02 લાખ હતી તે વધીને વર્ષ 2020-21મા 18409.25 લાખ થઈ છે. એની સામે ધિરાણ પણ વધીને વર્ષ 2019-20મા 9718.61 લાખ હતું એ વર્ષ 2020-21મા 11335.66 લાખ થયું હતું. ગ્રાસ એનપીએ 0.67 ટકા જ માત્ર છે એ પણ ઉલ્લેખનીય છે. સી.ડી. રેશિયો 61.67 છે. કાંસા 27.73 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો