તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી પહેલ:કોરોના સંક્રમણ અટકાવવા ગણદેવી પાલિકાના પ્રમુખે શેરીઓને સેનેટાઈઝ કરવાનું બીડું ઝડપ્યું

ગણદેવી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગણદેવી નગરપાલિકાના પ્રમુખ ખુદ શેરીઓમાં સેનેટાઈઝીંગ કરવાં નીકળ્યા હતા. - Divya Bhaskar
ગણદેવી નગરપાલિકાના પ્રમુખ ખુદ શેરીઓમાં સેનેટાઈઝીંગ કરવાં નીકળ્યા હતા.
 • નગરપાલિકાના સત્તાધીશોએ લોક જાગૃતિની સાથે સાવચેતી દાખવવા પગલાં ભર્યા

હાલમાં કોરોનાની પરિસ્થિતિ ફરી પાછી વકરતી જાય છે ત્યારે ગણદેવી નગરની અંદર પણ કોરોનાને કાબૂમાં લેવા અને વકરતી પરિસ્થિતિને અટકાવવા માટે ગણદેવી નગરપાલિકા ફરી એકવાર મેદાનમાં ઉતરી છે. ગણદેવી નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખ પ્રાણલાલભાઈ પટેલ અને એમની ટીમ ગણદેવી નગરની શેરીઓમાં મંગળવારે સાંજથી સેનેટાઇઝ કરી રહી છે.

ગણદેવી પાલિકાના પ્રમુખ પ્રાણલાલભાઈ પટેલના જણાવ્યા મુજબ મધરાત્રિ સુધીમાં નગરની શેરીઓ સેનટાઈઝ કરાઈ રહી છે. સૌથી ઉલ્લેખનીય બાબત એ છે કે પાલિકા પ્રમુખ પ્રાણલાલભાઈ ખુદ શેરીઓમાં સેનેટાઈઝ કરી રહ્યા છે. એમની સાથે એમની ટીમના કાઉન્સિલર ટીમના યુવાન સદસ્યો પણ જોડાયા છે. નગરને હાલ કોરોનાના આક્રમણથી બચાવવા માટે સક્રિય થઈ ગયા છે. જેમને નગરજનોએ શેરી-શેરીએ વધાવ્યા હતા અને ગણદેવી નગર કોરોનાનો ભોગ બનતા અટકશે એવી આશા વ્યક્ત કરી હતી.

ગત વર્ષે 2020ની અંદર એપ્રિલ મહિનામાં નગરમાં આ જ રીતે સેનેટાઈઝરનો છંટકાવ કરાયો હતો ફરી પાછી એ જ પરિસ્થિતિ સર્જાતા 2021માં સેનેટાઈઝર શેરીઓમાં છંટકાવ કરવા માટે પ્રમુખ પોતે સાથે ઊતરતાં કર્મચારીઓ અને અધિકારીઓમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે તો બીજી તરફ નગરજનોમાં પણ આનંદની લાગણી પ્રવર્તી રહી છે. ગણદેવી નગરપાલિકાના પ્રમુખ પ્રાણલાલભાઈ સાથે કેયુરભાઈ વશી, પિન્ટુભાઈ પંડ્યા, વોર્ડ નંબર-4ના તમામ કાઉન્સિલરો, શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ, જનક પંડ્યા, ગણદેવી નગરપાલિકાના કર્મચારીઓ, યુવાનો શેરીઓમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવા માટે જોડાયા હતા. આ સેનેટાઈઝની કામગીરી મધ્યરાત્રિ સુધી ચાલનાર હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો