તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગરયાત્રા:ગણદેવી જૈન દેરાસરમાં ચાતુર્માસ અર્થે મુનિ પધારતા નગરયાત્રા નીકળી

ગણદેવી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય સંકુલમાં આજે રવિ પુષયામૃત યોગના દિવસે ઞચ્છધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય અભયદેવ સુરીશ્વરજી મ. સા. શિષ્યરત્ન પરમ પૂજ્ય પ્રખર પ્રવચનકાર મુનિરાજ યોગરત્નવિજયજી મહારાજનો ભવ્ય પ્રવેશ થયો હતો. પ્રવેશ યાત્રા લક્ષ્મીચંદભાઈ શાહના નિવાસસ્થાનેથી શાંતિનિકેતન સોસાયટીથી નીકળી દેરાસર આગળ પૂર્ણ થઈ હતી. પૂજ્ય ગુરૂદેવના ચતુર્માસ પ્રવેશ પ્રસંગે શંખેશ્વર પાર્શ્વનાથ ઉપાશ્રય જયેશભાઈ કાલીયાવાડી નવસારી ચિંતામણી સંઘના પ્રમુખ કિરીટભાઈ તેમ જ મહાવીર સંધના ઉપપ્રમુખ સમકાતભાઈ અંકિતભાઈ બાદશાહ, ગૌતમભાઈ તેમ જ પંકજ જૈન સુરતથી અત્રે ખાસ પધાર્યા હતા અને તેમણે દીપ પ્રાગટ્ય કર્યું હતું. પાઠશાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત તેમજ દેવાંશ મુદ્રાએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું.

ગણદેવી જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષો બાદ પ્રથમ વખત સાધુ ભગવંતનું ચાતુર્માસ હોઈ ગણદેવી જૈન સમગ્ર સંઘનો અનેરો ઉત્સાહ ઉમંગ અને આનંદ ભક્તિભાવ વર્તાઇ રહ્યો છે. આવા મહાત્મા મળવા એ ચિંતામણી પાર્શ્વનાથ દાદાની કૃપા તેમજ સંધમા ચાલી રહેલી 41 વર્ષીય તપની પુણ્યાયનું પરિણામ જ હોઈ શકે. વર્ષીતપમા 4 નાના બાળકો સાત વર્ષની રિષિકા, 10 વર્ષનો હેનીલ, 14 વર્ષનો હર્ષિલ તેમજ મોક્ષ. આ સાધના નિર્વિધ્ને કરી રહ્યા છે.

400 દિવસની આ વર્ષીતપ યાત્રાનો આજે 100મો દિવસ છે. જે ચાતુર્માસ પ્રવેશને કારણે યાદગાર બની રહેશે. પૂજ્યએ પ્રવચન દરમિયાન ચતુર્માસ આરાધનામય તપ જપ ધ્યાન દ્વારા બની રહે તે માટે બે અનુષ્ઠાનો અને ચાર રવિવારીય પારિવારિક શિબિરની પ્રેરણા કરતા તુરંત જ સંઘે ઝીલી લીધી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે આજે 17મો ગચ્છાધિપતિ દિવસ છે એટલે આજે સામૂહિક આયંબીલ પણ કરવામાં આવ્યું છે. ગણદેવી નગરના જૈન પરિવારોએ આજના અષાઢી પર્વને ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ ચાતુર્માસનો પ્રારંભ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...