તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:ગણદેવીમાં 10 વર્ષથી નવી પાણી પુરવઠા યોજનાનો લાભ પૂર્ણ ક્ષમતાથી મળતો નથી

ગણદેવી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાઇનની ચકાસણી અને મરામત પૂર્ણ થતા જાન્યુઆરી સુધીમાં પ્રશ્ન ઉકેલાશે

ગણદેવી નગરની નવી પાણી પુરવઠા યોજના રૂ. 4 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી અને તેને આંશિક કાર્યરત પણ કરવામાં આવી છે પરંતુ તેનો હેતુ હજી બહાર આવ્યો નથી. આ યોજના તેની પૂર્ણ ક્ષમતાથી કાર્યરત થતાં નગરમાં આવેલા એપાર્ટમેન્ટના પાંચમા માળે પણ પૂરતા દબાણથી પાણી દરેકને મળી શકે પરંતુ એ હેતુ હજી બહાર આવ્યો નથી. નગરમાં નંખાયલી નવી પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઇનનું નગરમાં ઘર કનેકશન ક્યારે અપાશે એ નગરજનોમાં ચર્ચાનો વિષય રહ્યો છે.

હજી દસ વર્ષ થયા છતાં આ ઘરોને નવી પાઈપ લાઈનમાંથી કનેકશનો અપાયા નથી. જૂની પાઇપલાઇનમાં નવી ટાંકીમાંથી પાણીનો પુરવઠો હજી આજે પણ પૂરો પડાય છે. નવી પાણી પુરવઠા યોજના તેમની પૂર્ણ ક્ષમતાથી કામ ન કરતી હોવાને લઈને એપાર્ટમેન્ટના પાંચમા માટે પાણી ન ચડતા નગરજનોએ ગેરકાયદે કેટલીક પ્રવૃત્તિ કરી પોતાની મોટર મુકી પાણી પાંચમા માળે ચડાવવું પડતું હોવાનું ફરિયાદ મોટાપાયે નગરમાં ચાલી રહી છે.

ગણદેવી નગરની નવી પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરાયું ત્યારે અંબિકા નદીમાંથી પાણી લાવીને તેને ફિલ્ટર પ્લાન્ટ મારફતે શુદ્ધ કરી નવી મોટી ટાંકીમાં પાણી પાડવામાં આવ્યું ત્યાં સુધી નવી પાણી પુરવઠા યોજના કાર્યરત કરાઈ પરંતુ નગરની અંદર આ નવી પાણી પુરવઠાના બિછાવાયેલી પાઇપલાઇનનું પાણીનું નવી મોટી ટાંકીનું દબાણ સહન ન કરી શકતા ઠેરઠેર તૂટી ગઇ હોવાથી જૂની પાઈપલાઈન મારફતે પાણીનો પુરવઠો હાલમાં પણ ઘરોમાં પહોંચાડાઈ રહ્યો છે.

આ બાબતે નગરપાલિકા પ્રમુખ રમણભાઈ પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઈ અને કારોબારી અધ્યક્ષ ગોપાલભાઈએ જણાવ્યું કે નવી પાણી પુરવઠાની પાઇપલાઇનની ચકાસણી અને જરૂરી મરામતનું કામ હવે પૂર્ણ થયું છે. આગામી એક મહિનાની અંદર ઘરોના કનેકશન આપવા નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. જાન્યુઆરી માસના અંત સુધીમાં નવી પાઈપલાઈનના નગરની અંદર કનેકશનો આપવાનો પ્રારંભ કરનાર હોવાનું જણાવ્યું હતું. આ માટે જરૂરી વહીવટી પ્રક્રિયાઓ હાલમાં ચાલી રહી છે અને એ ઝડપથી પૂર્ણ કરતા ઘરમાં કનેકશન આપવાની કાર્યવાહી પણ શરૂ કરનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો