તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોગિંગ અભિયાન:ગણદેવીમાં મચ્છરોનો ઉપદ્રવ ઓછો કરવા ફોગિંગ અભિયાન

ગણદેવીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સપ્તાહ માટે ફોગિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ગણદેવી પાલિકા દ્વારા હાલમાં વધી રહેલ મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે એક સપ્તાહનું ફોગિંગ અભિયાન ચાલાવાઈ રહ્યું છે.

ગરમીને લઇને મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં પાલિકાના હાલના પ્રમુખ રમણભાઈ પટેલ અને ઇન કમિંગ પ્રમુખ પ્રાણલાલ પટેલ અને ચીફ ઓફિસર નીલકંઠભાઈની ટીમે પાલિકા કર્મચારીઓના સહયોગથી સપ્તાહનો ફોગિંગ અભિયાનનો કાર્યક્રમ તૈયાર કરી અમલમાં મુકતા નગરજનોએ રાહતની લાગણી અનુભવી છે.

હાલમાં જાહેર આરોગ્ય નગરમાં સચવાઈ રહે અને ગરમીની સિઝનના પ્રારંભથી જ જાહેર આરોગ્યને લગતા અન્ય વિવિધ પગલાં પણ લેવાની તત્પરતા પાલિકા સત્તાધીશોએ દર્શાવી છે અને આગામી દિવસોમાં જરૂર પડે પાઉડરનો છંટકાવ, સેનેટાઈઝીંગ સહિતના વિવિધ પગલાં, સ્વચ્છતા અભિયાન પણ જરૂર પડે કરાનાર હોવાનું જણાવ્યું છે. 1લી એપ્રિલથી પાલિકા પ્રમુખ પ્રાણલાલભાઈ પટેલ અને ઉપપ્રમુખ સરસ્વતીબેનની ટીમ કાર્યરત થતાં પૂર્વે તેઓ નગર પ્રત્યેની ફરજોથી સભાન હોવાનું જણાવે છે અને વિવિધ સમિતિની રચના પણ તુરંતમાં કરાનાર હોવાનું જાણવા મળે છે. મંગળવારે રાત્રે ગણદેવી નગરના બજાર વિસ્તાર, વિઠ્ઠલ મહોલ્લો, હિંગળાજ માતાની શેરી, કંસારવાડ, હવેલી મહોલ્લો, લાયબ્રેરી મહોલ્લો, વણકરવાડ, ટાંક ફળિયુ સહિતના વિસ્તારોમાં રાત્રે ફોગિંગ કરાયું હતું. મચ્છરોનો ઉપદ્રવ ઓછો કરવા માટે નગરમાં સાફસફાઈ કરવી પણ એટલી જ આવશ્યક છે સાથે ગંદકી દૂર કરવી એ પણ એટલી જ જરૂરી છે. સ્વચ્છતા અભિયાન નગરજનો સ્વયંભૂ કરે તે નગરના હિતમાં હોવાનું સિનિયર સિટીઝન ગ્રુપના વયસ્કો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો