તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી માટેની ચહલ પહલ:ગણદેવી તાલુકાની દરિયાઇ પટ્ટીની પાંચ ગ્રામ પંચાયતની ચૂંટણીના ભણકારા

ગણદેવી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 5 ગ્રા.પં.ની મુદત પૂર્ણ થવાના આરે હાેવાથી તૈયારી શરૂ

ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં પાંચ ગ્રામ પંચાયતોની મુદત આગામી 30મી જૂને પૂર્ણ થઇ રહી છે. ગણદેવી મામલતદાર કચેરીએ ચૂંટણી માટે આગોતરી તૈયારીઓ હાથ ધરી છે, તો બીજી તરફ ચૂંટણી માટેની ચહલ પહલ પણ રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે. માત્ર સરકારી તંત્ર અને ખાસ કરીને ચીખલીના પ્રાંત ઓફિસર એનું જાહેરનામું ક્યારે બહાર પાડે એની જ રાહ જોવાઇ રહી છે.

ગણદેવી તાલુકાના પશ્ચિમ કાંઠે આવેલી પાંચ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય ગરમાટો વ્યાપી રહ્યો છે. માસા, મોવાસા, માછીયાવાસણ, ભાગડ અને વાડી ગ્રામ પંચાયતોની મુદ્દત આગામી ૩૦મી જૂન 2021એ પૂર્ણતાને આરે છે. ગણદેવી મામલતદાર કચેરીએ ચૂંટણી માટેની આગોતરી તૈયારીઓ હાથ ધરી છે. માસા ગામ 1167, મોવાસા 1842, માછીયાવાસણ 1404, ભાગડ 804 અને વાડી ગામ 377 જેટલા મતદારો નોંધાયા છે. તમામ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની ચહલ પહલ તેમજ તે વિસ્તારના રાજકીય વર્તુળોમાં પણ રાજકીય ગરમાટો જોવા મળે છે. આ તમામ વચ્ચે ગણદેવી મામલતદાર કચેરીના વર્તુળોના જણાવ્યા મુજબ ચીખલી પ્રાંત અધિકારી, ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ જાહેરનામુ ક્યારેક પ્રસિદ્ધ કરે છે, તેની રાહ જોવાઇ રહી છે. કોરોના પરિસ્થિતિ હોવાથી જો અને તો ની સ્થિતિ જોવાઇ રહી છે.

ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારની 5 ગ્રામ પંચાયતની ચૂંટણી પાંચ વર્ષ અગાઉ 12મી જૂન 2016એ યોજાઈ હતી. જેમાં માછીયાવાસણ અને વાડી ગ્રામ પંચાયત સમરસ બની હતી. ત્યારબાદ ભાગડના સરપંચપદે પાર્વતીબેન પટેલ, માસાના સરપંચપદે નીતિક્ષા પટેલ, માછીયાવાસણા સરપંચપદે ગીતાબેન પટેલ, મોવાસા સરપંચપદે શાંતિલાલ ખલાસી અને વાડીના સરપંચપદે વિપુલ પટેલ આરૂઢ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો