તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:નવસારીના દરિયામાં ફિશરીઝ કરતી બોટોને પાર્કિંગની જરૂર, જિલ્લાની 800થી વધુ બોટનો પાર્કિંગ પ્રશ્ન, પ્રતિનિધિ મંડળ ફિશરીઝ મિનિસ્ટરને રજૂઆત કરશે

ગણદેવી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી જિલ્લાના કૃષ્ણપુર, ઓંજલ માછીવાડ, કણીયત, રાણાભાઠા, ચોરમલા ભઠા ગામોમાં દરિયામાં જઈ ફિશિંગ કરનારી 800થી પણ વધુ બોટો માટે પાર્કિંગનો મોટો પ્રશ્ન હોવાનું તેમજ દરિયામાં ફિશિંગ કરતા ફિશરમેનના વિવિધ પ્રશ્નોની રાજ્ય સરકારમાં રજૂઆત કરવા માટે ગુજરાતના ફીશરીઝ મિનિસ્ટર જવાહરભાઈ ચાવડાને મળવા નવસારી જિલ્લાના દરિયો ખેડતા ફિશરમેનનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે જનાર છે. દક્ષિણ ગુજરાત બોટ એસોસિયેશનના સહમંત્રી ઓજલ માછીવાડ ગામના અશ્વિનભાઈ આર. ટંડેલ અને ગુજરાત માછી મહામંડળના કારોબારી સભ્ય કણિયાત ગામના શૈલેષભાઈ ટંડેલે અત્રે જણાવ્યું છે.

આ ગામોમાં સરકારમાં રજીસ્ટર થયેલ 500થી પણ વધારે બોટો છે, જ્યારે અનરજીસ્ટર 800થી પણ વધારે હોવાનું તેમણે અત્રે વાતચીતમાં જણાવ્યું છે. આ બોટોને પાર્કિંગ કરી લાંગરવામાં માટે પાક્કી કોઈ સુવિધા સરકાર તરફથી તાકીદે પ્રદાન કરવામાં આવે તેવી માંગણી આ પ્રતિનિધિ મંડળ મિનિસ્ટર સમક્ષ કરશે. આ ઉપરાંત નવસારી-વલસાડ જિલ્લાના દરિયામાં ફીશિંગ કરવા માટે જતા ઓખા, વેરાવળ, પોરબંદર દરિયામાં જતા માછીમારોના વિવિધ પ્રશ્નોની રજૂઆત પણ તેઓ મિનિસ્ટર સમક્ષ કરનાર હોવાનું જણાવ્યું છે.

ખાસ કરીને ફિશરમેન વિશેષ સુવિધાઓ આપવામાં આવે એમને પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેમજ નિકાસ કરનારને ભાવોમાં આવતા ઉતાર-ચઢાવને બદલે ભાવ સ્થિર મળે તે માટે પણ સરકાર આર્થિક પગલાંને સહિતની વિવિધ માંગણીઓનો તેઓ કરનાર હોવાનું જણાવ્યું છે. આ પ્રતિનિધિમંડળે વિભાગના સંસદ સભ્ય સી.આર.પાટીલ અને ધારાસભ્યોને પણ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો