તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ગણદેવી પાલિકાની ચૂંટણીમાં આખરે 62 ઉમેદવાર મેદાનમાં

ગણદેવી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તા.પં.ની 24 બેઠક પર 52, જિ.પં.ની 5 બેઠક પર 10 ઉમેદવાર

ગણદેવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે કુલ 87 ઉમેદવારે તેમના ઉમેદવારીપત્રકો ભર્યા હતા. ઉમેદવારી ખેંચવાના આખરી દિવસે ચિત્ર સ્પષ્ટ થતાં 6 વોર્ડની 24 બેઠક માટે કુલ 62 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. મહદઅંશે લગભગ તમામ બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે. માત્ર વોર્ડ-4ની બેઠક પર સામસામે મુકાબલો થશે.

ગણદેવી નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકની યોજાનાર સામાન્ય ચૂંટણી માટે આગામી 28મીએ મતદાન થનાર છે. એ પૂર્વે મંગળવારે ઉમેદવારી ખેંચવાના આખરી દિવસે ભાજપના 24 ડમી ઉમેદવારો અને 1 અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા કુલ 62 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જેમાં 24 ભાજપના, 20 કોંગ્રેસના અને 18 અપક્ષ મળી 62 ઉમેદવારો થાય છે. 18 અપક્ષ ઉમેદવારમાં નવો દબદબો જમાવેલ 14 ઉમેદવારો નાગરિક મંચના હોવાનું મંચ દ્વારા જણાવાયું છે.

આવી જ રીતે ગણદેવી તાલુકા પંચાયતની 24 બેઠક માટે 52 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. એમાં મહદઅંશે સામસામે મુકાબલો સ્પષ્ટ જોવા મળે છે. ભાઠાની એક બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાશે. જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 10 ઉમેદવાર મેદાનમાં છે અને કોંગ્રેસ-ભાજપનો સામસામે મુકાબલો છે. 28મી ફેબ્રુઆરીને રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થનાર હોવાનું રિટર્નિંગ ઓફિસર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો