તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ગણદેવી બંધારા પુલની રેલિંગ જર્જરિત, મરામત કરવા માગ

ગણદેવી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાના નવનિયુક્ત સત્તાધીશોને કાર્ય કરવા રાવ

ગાયકવાડી નગર ગણદેવીમાં આવેલી વેંગણીયા નદી પર લો બંધારણનો પુલ અતિ જર્જરિત થઇ ગયો છે. ખાસ કરીને આ પુલ પરની રેલિંગ તૂટી ગઈ છે. કેટલીક જગ્યાએ તો સિમેન્ટ કોંક્રિટમાંથી સળિયા પણ લોખંડના બહાર આવી ગયા છે જે ગમે ત્યારે જીવલેણ પૂરવાર થાય થઈ શકે છે. આ પુલને તાકિદે મરામત કરવાની જરૂરત સ્પષ્ટ રીતે દેખાય રહી છે.

ગણદેવીના નગરજનોએ ખાસ કરીને સિનિયર સિટીઝન તેમજ કેટલાક જાગૃત નાગરિકોએ આ બાબતે નગરપાલિકા સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું પરંતુ આ પુલની બાજુમાં નવો ઉંચો પુલ બનાવવાની તૈયારી ચાલી રહી હોવાનું જણાવી આ જૂના પુલ અને રેલિંગ મરામત કરવા માટે કોઈ જોગવાઈ થઈ શકે એમ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.

હવે જ્યારે ગણદેવી નગરપાલિકાના પ્રમુખપદે પ્રાણલાલ પટેલ અને મુનાફભાઈ માસ્તરની ટીમ સત્તા પર આવી છે ત્યારે ફરી પાછો આ મુદ્દો એ જ માગણીકારોએ મૂક્યો છે. આ રેલિંગને તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી માગણી કરી છે. ચોમાસામાં જ્યારે આ પુલ પરથી પાણી પસાર થતા હોય છે ત્યારે પણ તૂટેલી રેલિંગો ગંભીર બની જતી હોય છે.

ખાસ કરીને સ્લેબ તૂટી જતા લોખંડના સળીયા ખૂબ જ ભયજનક બની ગયા છે. આ પુલ પરથી જ્યારે ગાય-ભેંસના ટોળા પસાર થતા હોય છે ત્યારે પણ આ ગંભીર સમસ્યા ઊભી થતી હોય છે અને અકસ્માત થવાનો ભય રહે છે. નગરપાલિકાના નવા સત્તાધીશોને આ પ્રશ્ન પૂછતા તેમણે આ બાબતે તાકીદે પગલાં લેવાની ખાતરી આપી હતી અને શક્ય એટલી ઝડપથી રેલિંગ બનાવવાનું આશ્વાસન પણ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો