તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:400 બોટોનું પાર્કિંગ કરવા કૃષ્ણપુર ગામે જેટી વિકસાવો

ગણદેવી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મત્સ્ય ઉદ્યોગ મંત્રીને કરવામાં આવેલ લેખિત રજૂઆત

દક્ષિણ ગુજરાતના માછીમારો તેમજ સૌરાષ્ટ્રના માછીમારોના પણ પ્રશ્નોને લઈને ગુજરાત સરકારમાં નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અને રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગના પ્રધાન જવાહરભાઈ ચાવડા તેમજ અન્ય ખૂબ જ સક્રિય રહ્યાં હતા. દક્ષિણ ગુજરાત બોટ ઓનર્સ એસોસિએશન અને અન્યને ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાએ ગાંધીનગરમાં ખાસ આમંત્રિત કરી બોલાવતા તેઓ સચિવાલયમાં એમને મળતાં વિગતે ચર્ચા કરી હતી.

આ ચર્ચામાં દક્ષિણ ગુજરાત બોટ ઓનર્સ વેલફેર એસો.ના બોટ માલિકોએ મંત્રી જવાહરભાઈ ચાવડા તેમજ વન પર્યાવરણ મંત્રી રમણભાઈ પાટકર સાથે ગાંધીનગરમાં રૂબરૂ મુલાકાત કરી હતી. ગુજરાતના બોટ માલિકોની ફિશીંગ સિઝની શરુઆત 1લી સપ્ટેમ્બરથી શરૂ કરવા બાબતે વિસતૃત ચર્ચા કરી અને તે બાબતે ઘટતું કરવા તેમજ માછીમારોને લાભદાયક નિર્ણય લેવા જણાવ્યું હતું. ડીઝલના હાલ ઉંચા ભાવ બાબતે પણ ઘટતું કરવા બાબતે સૂચન કરેલું, દક્ષિણ ગુજરાતમાં ફિશરીઝ બંદરો નવસારી ઓંજલથી ઉમરગામ સુધીના ગામોમાં વિકસાવવા બાબતે પણ મુલાકાતમાં જણાવેલું હતું.

નવસારી જિલ્લાના કૃષ્ણપુર મેંધર-ભાટ વિસ્તારમાં 800થી પણ વધારે બોટો આવેલી છે, જેને પાર્કિંગ કરવા કૃષ્ણપુર વિસ્તારમાં દરિયાકિનારે એક નાનુ સરખી જેટી બંદર વિકસાવવામાં આવે જેથી 400 બોટને પાર્કિંગ પણ મળે અને નાના સરખા બંદર તરીકે પણ એ કાર્ય કરી શકે જેથી સરકારને આવક પણ રહે. દક્ષિણ ગુજરાતના બોટ માલિકોમા ધર્મેશભાઈ, જેરામભાઈ, નટુભાઈ, અનિલભાઈ, સુરેશભાઈ તેમજ શૈલેષભાઈ મિટીંગમાં હાજર રહ્યાં હતા. રજૂઆતને મંત્રીએ સાંભળી સચિવ અને કમિશ્નરને આ પ્રશ્ને તાકીદે નિર્ણય લેવા જણાવ્યું હતું. 1લી સપ્ટેમ્બરથી ત્યારબાદ દરિયામાં ફિશિંગ કરવા દેવામાં આવે તે બાબતે પણ ગુજરાત સરકાર ઝડપથી નિર્ણય કરશે તેવું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...