તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગણદેવીમાં રમત-ગમતનું અદ્યતન સંકુલ બનાવવા માગ

ગણદેવી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સંકુલ બનાવવા રાજ્ય સરકારને રજૂઆત કરાઇ હતી

ગણદેવીના યુવાનો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટનમાં ઝળક્યા બાદ યુવાનો નગરમાં રમતગમત સંકુલ બનાવવાની માંગ કરી રહ્યા છે.ગણદેવી નીલકંઠ યુવક મંડળ દ્વારા છેલ્લા દોઢ દાયકાથી સતત રમાતી આવેલી નીલકંઠ બેડમિન્ટન ટુર્નામેન્ટ ગણદેવીમાં જ્યાં તેઓ વર્ષોવર્ષ આ રમત ગમત સ્પર્ધા યોજતા હતા તે મનમોહન ક્લબ અતિ જર્જરિત થઈ જતા એને જમીનદોસ્ત કરાતા યુવાનોએ બેડમિંટન કે ટેનિસ જેવી રમતો ક્યાં રમવી એ મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ વર્ષે આ નીલકંઠ યુવક મંડળ દ્વારા આયોજિત નવસારી જિલ્લાની બેડમિન્ટન ટુર્નામેન્ટ બીલીમોરાની વી.એસ.પટેલ કોલેજમાં રમાડવી પડી હતી.

આ સંજોગોમાં આ યુવાનોએ ગણદેવી નગરની અંદર રમત-ગમતનું અદ્યતન સંકુલ ઉભું થાય તે માટેની માંગણી પુન: દોહરાવી છે. જોકે આ બાબતે મનમોહન ક્લબના સ્થાને જ રમતગમત સંકુલ બનાવવાની તૈયારીઓ દર્શાવાઈ હતી પરંતુ ત્યારબાદ છેલ્લા ત્રણેક વર્ષથી આ સંકુલ કેટલીક ગૂંચવણોને લઈને બની નહીં શકતા હોવાનું સ્પષ્ટ થતા નગરપાલિકા દ્વારા જ્યુબિલી ગાર્ડનની સામે અદ્યતન યુવા કેન્દ્ર બનાવવાની ભલામણ રાજ્ય સરકારને કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં મંજૂર થયા બાદ આ કેન્દ્ર બાંધકામ શરૂ કરાશે એવો સથવારો આપ્યો હતો. યુવાનો નગરની ઇન્ડોર અને આઉટડોર બંને રમતો વિકસાવવા માટે તત્પર છે સાથે અન્ય યુવક પ્રવૃત્તિઓ માટે પણ તેઓ તત્પર હોવાનું જણાવે છે. નીલકંઠ યુવક મંડળના લાલુભાઇ ગજીવાલા અને અનીશભાઈ ગાંધી સહિત અનેક યુવાનોએ આ વાતને સમર્થન આપ્યું છે. આગામી દિવસોમાં યુવા સંકુલની કરાયેલી દરખાસ્તને રાજ્ય સરકાર ઝડપથી મંજૂર કરે તેવી માગણી પણ તેમણે દોહરાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો