તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગણદેવી પીપલ્સ બેંકના ડિરેકટરની ખાલી પડેલી જગ્યા માટે સભામાં ચર્ચા

ગણદેવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકની 70મી વાર્ષિક સામાન્ય સભા કોળી સમાજની વાડીમાં યોજાઇ

ધી ગણદેવી પીપલ્સ કો ઓપરેટિવ બેંકની 70મી વાર્ષિક સામાન્ય સભા શનિવારે સવારે 10 કોળી સમાજની વાડીમાં બેંકના અધ્યક્ષ ગોપાલભાઈ ગોહિલની અધ્યક્ષતામાં મળી હતી. એજન્ડા પરના તમામ કામો એકીઅવાજે પસાર કર્યા હતા. ચર્ચામાં રહેલો એવો બે ડિરેકટરની ખાલી પડેલી જગ્યા પૂરવાનો મુદ્દો લાંબી ચર્ચા-વિચારણાને અંતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સૂઝબૂઝથી આ જગ્યાઓ પુરાશે એવા વિશ્વાસ સાથે સંપન્ન થયો હતો. આ ઉપરાંત પણ સભાએ વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો રજૂ કર્યા હતા. ચર્ચા વિચારણાને અંતે એજન્ડા પરના તમામ કામોને સર્વાનુમતે બહાલી આપી હતી.

બેંક તેના આગામી 75 વર્ષની ઉજવણી માટે સજ્જ થાય તે માટે સભાસદોએ ભારે આતુરતા બતાવી હતી.ગણદેવી બેઠક પરના બે ડિરેક્ટરના નિધન થતાં તેમને સ્થાને ડિરેક્ટરરોની જગ્યાઓ પુરવાની લાંબા સમયથી ચાલી રહેલી માગણી ફરી એકવાર ચર્ચામાં આવી હતી. ગોવિંદભાઈ પટેલે આ મુદ્દે વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો અને સિનિયર ડિરેક્ટરો અને ડિરેક્ટરોમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી ફરી એકવાર આ બાબતે ઝડપથી નિર્ણય કરાશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પૂર્વે સોશિયલ ગૃપના ધર્મેશભાઈ પટેલે આ મુદ્દે સભાની પરવાનગી લઇ સભામાં ડિરેક્ટરોની જગ્યા તાકીદે ભરવાનો મુદ્દો રજૂ કર્યો હતો.

એડવોકેટ દીપકભાઈ દેસાઈ, રમેશભાઈ નાયક, મિતેશભાઇ પંડ્યા, આર.ટી.પટેલ સહિત વિવિધ સભાસદોએ ચર્ચા થઈ હતી. ગણદેવી બેંકની શાખાની સલાહકાર સમિતિ અલાયદી હોવી જોઇએ તેવી પણ રજૂઆત કરાઇ હતી. હેવાલો અને હિસાબો સભાસદોને ઘરે પહોંચાડવા જોઈએ તેમજ સ્ટેમ્પ વેડિંગ મશીનની સેવા પણ ઉપલબ્ધ કરાવવી જોઇએ. સભાના પ્રારંભે બેંકના પ્રમુખ ગોપાળભાઈ ગોહિલે સૌને આવકારી સન્માનિત કર્યા હતા.

સેક્રેટરી શૈલેષભાઈ શાહ આવકાર પ્રવચન આપ્યું હતું. બેંકના ડિરેક્ટરોએ વિવિધ દરખાસ્તો અને ટીકા રજૂ કરી હતી. જનરલ મેનેજર હિમાંશુભાઈ વૈદ્ય પૂરક વિગતો પૂરી પાડી હતી. બોર્ડ ઓફ મેનેજમેન્ટના પ્રમુખ મનિષભાઈ દેસાઈએ પ્રાસંગિક વાતો કરી આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાણલાલ પટેલ, લાયન્સ ક્લબના પ્રમુખ રાજુભાઇ પટેલ, અજરાઇ મંડળીના શિરીષભાઈ વશી, મૌલિકભાઈ નાયક સહિત અનેક સહકારી અગ્રણીઓ અને આગેવાનો તેમજ સભાસદો સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...