ફૂલ નહીં તો ફૂલની પાંખડી:ગણદેવીના હોમગાર્ડનું અવસાન થતા 78 જવાનોએ એક દિવસનો પગાર મૃતકના પરિવારને અર્પણ કર્યો

ગણદેવી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની સહાય મળે તે પહેલા જ હોમગાર્ડ યુનિટે ઋણ અદા કર્યુ

ગણદેવી હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડ તુષારભાઈ સુમનભાઈ પટેલનું લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. આથી હોમગાર્ડઝ યુનિટ ગણદેવીના તમામ સભ્યોએ પોતાની ફરજના એક દિવસનું ભથ્થું રૂ. 300 પ્રમાણે હોમગાર્ડ કમાન્ડર ઓફિસર ભોજાભાઇ ભરવાડ તથા છનાભાઇ છીમાભાઇ, સંજયભાઇ જીવણભાઈ, ક્લાર્ક તરીકે સેવા આપતા રમેશભાઈ તલાવીયા એ યુનિટનો ફાળો 23,400 આપવામાં હોમગાર્ડ તુષારભાઈના ઈચ્છાપોર ગામે તેમના નિવાસસ્થાને જઈ એમના માતાને તાત્કાલિક રોકડ સહાય પૂરી પાડી હતી. આગામી કાયદેસરની આર્થિક સહાય આગામી દિવસોમાં પણ એમને મળનાર છે જે પણ એમના પરિવારને આપવામાં આવશે.

ગણદેવી હોમગાર્ડ યુનિટમાં છેલ્લા નવ વર્ષથી સેવા આપનાર ઈચ્છાપોર ગામના તુષારભાઈ સુમનભાઈ પટેલનું એક મહિનાની લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. તેઓ એમની પાછળ એમની માતા જૈનાબેન, પત્ની વર્ષાબેન અને ચાર માસની પુત્રી નિશાને છોડી ગયા હતા. તેમના અવસાનથી દળના તમામ 78 હોમગાર્ડે તેમનો એક દિવસનો પગાર એમના પરિવારને તાત્કાલિક ધોરણ આપવાનું નક્કી કર્યું હતું. હોમગાર્ડના ભોજાભાઇ ભરવાડ અને એમની ટીમે રૂ. 23,400 તુષારભાઈના માતા જૈનાબેનને ઇચ્છાપોર ગામે એમના ઘરે જઈ તાત્કાલિક મદદરૂપે અર્પણ કરતા લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા.

એક દિવસનું હોમગાર્ડ યુનિટ ટુ સંપૂર્ણ માનદ ભથ્થુ હોમગાર્ડોએ તુષારભાઈના પરિવારને અર્પણ કરી એક ઉમદા સરાહનીય કાર્ય કર્યું હતું. હોમગાર્ડના ટીનાબેન, રેખાબેન એમની માતાને દળના કમાન્ડર ભોજાભાઇ ભરવાડની ઉપસ્થિતિમાં તાત્કાલિક રોકડ રકમની સહાય અર્પણ કરી હતી. આગામી દિવસોમાં સરકાર તરફથી એમને ખાતાકીય જે કંઈ પણ સહાય તાત્કાલિક ધોરણે મળે એ માટેની તજવીજ ગણદેવીના પીએસઆઇ પરાક્રમસિંહ કછુવાહા અને જિલ્લાના હોમગાર્ડના સત્તાધીશો, જિલ્લા પોલીસવડાએ હાથ ધરી છે.

ગણદેવી તાલુકાના હોમગાર્ડ જવાનના મૃત્યુ બાદ તેમના પરિવારને સરકારી સહાય મળે તે પહેલા જ તેમની સાથે કામ કરતા હોમગાર્ડ જવાનોએ પોતાના જવાન પ્રત્યે પ્રેમ દાખવી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે એક દિવસનો પગાર આપી માનવતા મહેકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...