વિવાદ:કછોલીમાં બે વોર્ડમાં બેલેટ પેપેરને લઇ વિવાદ સર્જાયો

ગણદેવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગણદેવી તાલુકાના કછોલી ગામે બે વોર્ડમાં બેલેટ પેપરમાં ફેરફાર થઈ જવાની ભૂલ મતદાનના આગલા દિવસે જ ખ્યાલમાં આવી જતા મતદાનના દિવસે કોઈ ક્ષતિ રહી નહીં પામી હોવાનું ગણદેવી તાલુકાના ચૂંટણી અધિકારી અને મામલતદાર જગદીશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

કછોલી ગામના વોર્ડ નંબર-5 અને 6ના મતપત્રકો એકબીજામાં અરસ પરસ ચાલી ગયા હતા. જે મતદાનના આગલા દિવસે જ ખ્યાલમાં આવી જતા આગલા દિવસે જ એ ભૂલ સુધારી લેવાઈ હતી. જેનો રવિવારે મતદાનના દિવસે હોબાળો થયો હતો પરંતુ આ મુદ્દે મતદાન વખતે કોઈ મુશ્કેલી સર્જાઈ નહીં હોવાનું ગણદેવી મામલતદાર જણાવ્યું હતું. રવિવારે ગણદેવી તાલુકામાં કછોલી ગામે આ ઘટના ઘટી હોવાની ચર્ચા જોરશોરમાં ચાલી હતી જેનો તેમણે ખુલાસો આપ્યો હતો. આ ઘટનાની કોઈ વિપરીત કે વ્યાપક અસર થઈ નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને મતદાન એકંદરે શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...